તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેલાસા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ

દેલાસા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલપાંચ મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ઓલપાડ તાલુકાના દેલાસા ગામે સરપંચ પડે ચૂંટાયેલા સરપંચ દ્વાર ગામના વિકાસના કામોમાં દુર્લક્ષ રાખવા સાથે પંચાયતના નાણાંનો ખોટી રીતે દુર્વ્યય કરવો અને સરકારી તળાવ ખોદવામાં ભ્રષ્ટાચાર કરવાની વાતે 8 સભ્યો પૈકીના 6 પંચાયત સભ્યોએ ભેગા મળી અવિશ્વાસની દરખાસ્ત રજૂકરતા ગામનું રાજકારણ ગરમાયુ છે.

વિગતવારની માહિતી મુજબ હાલ પાંચ મહિના અગાઉ ઓલપાડ તાલુકાના દેલાસા ગામે પણ ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાયેલી જેમાં નિરંજનભાઈ રામજીભાઈ પટેલ સરપંચ પદે ચૂંટાયાના પાંચ મહિનાના સમય ગાળા દરમિયાન સરપંચને ગ્રામપંચાયતનો વહીવટ કરતા આવડતું હોઈ સાથે ગ્રામપંચાયતના જાહેર વિકાસના કામો કરવામાં દુર્લક્ષ રાખવા સાથે પંચાયતના નાણાનો દુર્વ્યય કરવાની સાથે દેલાસા ગ્રામપંચાયત હસ્તકનું સરકારી તળાવ ખોદવાની વાતે પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. જેનો હાલ યોજાયેલી ગ્રામસભામાં પણ મુદ્દો ગરમાયો હતો. સરપંચ નિરંજનભાઈ રામજીભાઈ પટેલ રીતની કામગીરીથી નારાજ થયેલા દેલાસા ગ્રામપંચાયતના 8 સભ્યો પૈકીના 6 પંચાયતની સામાન્ય સભામાં એકમત થઈને નિરંજનભાઈ રામજીભાઈ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા બહુમતીથી દરખાસ્ત પ્રસાર કરી દરખાસ્ત મંજૂરી માટે ઓલપાડ તાલુકા પંચાયત ખાતે મોકલી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા બોલાવી નિર્ણય કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચ તરીકે પસંદગી થયાના તપાસ મહિનામાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ આક્ષેપોથી અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ગામના રાજકારણમાં પણ ગરમાટો આવ્યો છે.

6 સભ્યો દ્વારા કરાયેલી દરખાસ્તનો નિર્ણય સભામાં લેવાશે

તળાવની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...