તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડ તાલુકાની સાંધીએર કેન્દ્ર પ્રા. શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

ઓલપાડ તાલુકાની સાંધીએર કેન્દ્ર પ્રા. શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાની સાંધીએર પ્રા.શાળામાં સી.આર.સી. કક્ષાના વિજ્ઞાનમેળા સહિત રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ બી.આર.સીનો એવોર્ડે મેળવનાર ઓલપાડ બી.આર.સી. કિરીટભાઈ પટેલ તેમજ કેન્દ્રની કરમલા, કોસમ ગામની પ્રાથમિક શાળામાંથી વયમર્યાદાના કારણે નિવૃત થયેલ બે શિક્ષકો પૈકી કરમલા પ્રાથમિક શાળાના કંચનબહેન મદારભાઈ પટેલ તથા કોસમ પ્રાથમિક શાળાના રમેશભાઈ ભગુભાઈ સોલંકીના સન્માન સમારોહ યોજાયો હતો.

પ્રસંગે ઓલપાડ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે નિવૃત થયેલ બંને શિક્ષકોને દીધાર્યું માટે શુભેચ્છા આપી હતી ત્યારબાદ બી.આર.સી કિરીટભાઈ પટેલના નવતર શિક્ષણ પ્રયોગોનો લાભ તાલુકાની પ્રાથમિક શાળાઓને સદા મળતો રહેશે તેવા આશાવાદ વ્યકત કર્યો હતો. જ્યારે કરમલા ગામના સરપંચ ભક્તિબહેન પટેલે નિવૃત શિક્ષિકા કંચનબેનનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

લાઈફ મિશન કેન્દ્ર સુરતના સંયોજક જયેન્દ્ર દેસાઇએ ઓલપાડ બી.આર.સી કિરીટ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષથી તાલુકા પ્રાથમિક શાળાઓ શિક્ષણના નવતર પ્રયોગો તથા શિક્ષણની વિવિધ પ્રવૃતિઓથી ધમધમતી રહી છે. જેની નોંધ રાજ્ય સરકારે લઈ કિરીટભાઈ પટેલને રાજયના શ્રેષ્ઠ બી.આર.સી જાહેર કરી તેમનો રાજ્યપાલના હસ્તે એવોર્ડથી સન્માનિત કર્યા છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે. તેમજ નિવૃત લઈ રહેલા બંને શિક્ષકોનીઆ કેન્દ્રમાંથી દીર્ધકાલીન સેવા બજાવી આજે વયનિવૃત થતાં હોય તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શાળામાં સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં ભાગ લેનાર તેજસ્વી બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

સાંધીયેર શાળામાં યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ.

ઓલપાડ BRCના તથા કેન્દ્રની બે શાળાના નિવૃત્ત શિક્ષકોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...