તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કીમમાં 15 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

કીમમાં 15 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના કીમ ગામે રવિવારના રોજ સાંજના સમયે 15 વર્ષીય સંગમ મોર્યેએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરતાં અંગે સ્થળ પર પહોંચી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મના ગુજરાત નગરમાં આવેલ હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતાં સંગમ રામસાગર મોર્ય (15) ઘરમાં એકલો હોય તેના માતા પિતા પરિવાર અન્ય સ્થળે થયેલા મોતને પગલે બહારગામ ગયા હતાં. ત્યારે ઘરમાં એકલા સંગમ મોર્યએ ઘરનો દરવાજો બંધ કરી ખુરશી ઉપર ચઢી પંખના હુક સાથે દુપટ્ટો બાંધી કોઈ અગમ્યકારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

બહારગામ ગયેલા પરિવાર સાંજન આવી દરવાજો અંદરથી બંધ જોતા આસપાસના લોકોને બોલાવી દરવાજો તોડી ઘરમાં પ્રવેશતા સંગમ મોર્ય મૃત અવસ્થામાં મળતાં પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસને જાણ કરતાં અંગે સ્થળ પર પહોંચી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવાર બહારગામ જતાં એકલા પડતાં સંગમે અગમ્ય કારણસર મોતને વાહલંુ કર્યું

અન્ય સમાચારો પણ છે...