તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાંબા સમય બાદ જિલ્લામાં મેઘમહેર

લાંબા સમય બાદ જિલ્લામાં મેઘમહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણાદિવસ પછી સુરત જિલ્લામાં મેઘરાજાએ વાતાવરણ જમાવ્યું હતું. ત્રણ તાલુકા સિવાય દિવસ દરમિયાન અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે બારડોલી નગરમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાની છૂટા છવાયાં ઝાપટા સિવાય ખાસ મહેર જોવા મળી હતી પરંતુ ગુરુવારના રોજ સુરત જિલ્લામાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ચોર્યાસી, ઓલપાડ અને ઉંમરપાડા સિવાય તમામ જિલ્લાના તાલુકામાં દિવસ દરમિયાન મેઘરાજાની મહેર થઈ હતી. સુરત જિલ્લા ફલડ કંટ્રોલના જણાવ્યા મુજબ બારડોલી 11 મિમી, કામરેજ 15 મિમી, મહુવા 12 મિમી, માંડવી 17 મિમી, માંગરોળ 14 મિમી અને પલસાણા 15 મિમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...