તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓલપાડ તાલુકામાં રવિવારે ચાર કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડ તાલુકામાં રવિવારે ચાર કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડતાલુકામાં મેઘરાજા હાથ ટાળી આપતો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી તાલુકામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે છૂટા છવાયા ઝરમરથી હળવા વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. રવિવારે વહેલી સવારથી આકાશમાં વાદળો છવાતા ચાર કલાકમાં 37 એમ.એમ. એટલે કે 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બારડોલી, ઉમરપાડા અને માંડવી સિવાય જિલ્લામાં અન્ય તાલુકાઓમાં કુલ 78 મીમિ વરસાદ નોધાયો હતો.

ઓલપાડ તાલુકામાં મેઘરાજાએ આમ તો હજુ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું નથી તેમ છતાં હળવાથી મધ્યમ વરસાદ અમૂક વિસ્તારોમાં થયા છે. જ્યારે આજે રવિવારે સવારે વાતાવરણમાં વરસાદી માહોલ ઉભો થતાં ધીમી ધાર સાથે જોરદાર વરસાદ પડ્યો હતો જેને લઈ વરસાદે ટાઢક પહોચાડી છે. અને હજી સારા વરસાદની આશા ખેડૂતવર્ગ રાખી રહ્યા છે. બપોર બાદ ફરી ઉઘાડ નીકળ્યો હતો. ઓલપાડ ફલદ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર ઓલપાડમાં આજ રોજ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 37 એમ.એમ એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચૌર્યાસી 10 મીમિ, કામરેજ 02 મીમિ, મહુવા 03 મીમિ, માંગરોળ 16 મીમિ અને પલસાણા 04 મીમિ વરસાદ નોધાયો છે.ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મૌસમનો કુલ 208 એમ.એમ એટલે કે 8 ઇંચ. જેટલો વરસાદ નોંધાયો છે.

સમગ્ર જિલ્લામાં કુલ 78 મીમિ વરસાદ નોંધાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો