Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટકારમા હાઈસ્કુલમાં અલૂણાપર્વ નિમિતે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
ઓલપાડતાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત જ.ર.પટેલ ટકારમાં વિભાગ માધ્યમિક શાળા, ટકારમાં અલુણા તહેવાર નિમિતે શાળામાં શૈક્ષણિક કાર્ય સાથે તહેવારોનું મહત્વ સમજાય તેવા હેતુથી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે શાળામાં કેશગુફન, થાળી શણગાર, મહેંદી સ્પર્ધા યોજાઇ હતી.
સ્પર્ધામાં શાળાના પ્રાથમિક માધ્યમિક ઉ.માધ્યમિક વિભાગના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને અનેરી શ્રધ્ધાના દર્શન કરાવ્યા હતા. જેમાં વિધાર્થીઓએ પોતાની હસ્તકલા દ્વારા સુંદર પ્રદર્શન કર્યું હતું જેમાં થાળી શણગાર માં વિધાર્થીઓ વિવિધ શાકભાજી, કાજુ, ચોકલેટ , દિવાસળી, કલર સહિતની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી દીવા સળગાવી થાળી શણગારી હતી , તેમજ વિધાર્થિનીઓએ હાથમાં વિવિધ કલાત્મક ડિઝાઇન દ્વારા મહેંદી દોરી કેશગુફનનું સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમજ ભાગ લીધેલ વિધાર્થીઓને પ્રથમ,ડ્રિતીય, ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો, શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે સેવા બજાવી હતી. શાળાના આચાર્ય પ્રવિણસિંહ સોલંકીએ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.