• Gujarati News
  • કòષિરથને સુરત જિલ્લામાં ખેડૂતોનો બહોળો આવકાર

કòષિરથને સુરત જિલ્લામાં ખેડૂતોનો બહોળો આવકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી : કòષિ મહોત્સવ-૨૦૧૪માં સુરત જિલ્લાના વિવિધ ગામોમાં ઘુમી રહયો હતો. રોજે રોજ ગામોમાં જઈને ગામડાના ખેડૂતોને નીતનવી માહિતી આપીને પ્રેરીત કરવામાં આવી રહયા છે. જેમાં તાલુકાના મહાનુભાવો પણ આવીને પ્રોત્સાહન પુરુ પાડી રાા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના આડમોર ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પલસાણાના કડોદરા ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસીના વાંઝ ગામે તાલુકા પંચાયતના પ્રમુખ, માંડવીના લાખગામે જિ.પં.સદસ્ય ગજરાબેન ચૌધરી, મહુવાના કુમકોતર ખાતે, બારડોલીના વધાવા ખાતે તા.પ.પ્રમુખ ભારતીબેન ચૌધરી, ઉમરપાડાના નવા ચોકરા ગામે તા.પ.પ્રમુખ ગંભીરભાઈ વસાવા તેમજ અન્ય તાલુકાના ગામોમાં પણ મહાનુભાવોએ કòષિ મહોત્સવના રથનું સ્વાગત કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર જિલ્લામાં આજરોજ કòષિની ૭૧૮, પશુપાલનની ૬૦૭ તથા બાગાયતની વિવિધ કિટ્સો આપી હતી. જયારે પશુ વેકસીનેસન તથા મરઘા વેકસીનેસન પણ આપી હતી.