તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટકારમા | કહેવાયછે કે માણસ ઉત્સવ પ્રિય હોય છે ઉત્સવોથી

ટકારમા | કહેવાયછે કે માણસ ઉત્સવ પ્રિય હોય છે ઉત્સવોથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | કહેવાયછે કે માણસ ઉત્સવ પ્રિય હોય છે ઉત્સવોથી માણસના જીવનમાં આનંદ અને ઉત્સાહનું નિર્માણ થાય છે હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી ખુબ આસ્થા પૂર્વક અને ધામ ધૂમથી ચાલી રહી છે. ત્યારે ઓલપાડ તાલુકાના કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગૌમય ગણેશ (ગાયના ગોબરની પ્રતિમા) ની સ્થાપના કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના તહેવાર નિમિત્તે ઈકો ફ્રેન્ડલી ગૌ મય (ગાયનું છાણ માંથી) ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીની પ્રતિમા ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી છે. અને પ્રતિમાના સ્થાપનથી ગામ લોકો પ્રદુષણ રોકો અને નદી બચાવો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને પણ સાકાર કરવાનો લોકોને એક સંદેશો આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...