તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુરત ગ્રામ્ય દેશી દારૂ વેચવામાં રાજ્યમાં મોખરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ગ્રામ્ય દેશી દારૂ વેચવામાં રાજ્યમાં મોખરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરેલીગામમાં થયેલા લઠ્ઠાકાંડથી સુરત જિલ્લામાં દેશી બનાવટનો ઝેરી દારૂ વેચાતો હોવા સાથે રૂદિયાને આવો દારૂ વેચી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાનો પરપોટો ફૂટતા જીલ્લા પોલીસની કામગીરીનું ચીર હરણ થયું છે. વધુ ચોંકાવનારી બાબત મુજબ જિલ્લામાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બન્યાબાદ પણ પોલીસની રહેમ નજર હેઠળ હજુ જીલ્લા અને ખાસ કરીને ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાંથી મોટા પાયે દેશી બનાવટનો ઝેરી કેમીકલો નાંખી બનાવેલ ઝેરી દારૂ સુરત શહેરમાં સપ્લાય થવા સાથે જીલ્લામાં બેરોક ટોક રીતે વેચાય રહ્યો છે.

ગુજરાતમાં દારૂબંધી હોવાનું કહેવાય છે પણ સુરત જીલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ચાલતો દેશી બનાવટના દારૂના કારોબારએ દારૂબંધીનો છેદ ઉડાવ્યો હોવાનું ખુદ જિલ્લા પોલીસની માહિતીથી સાબિત થયું છે. વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેસ પરમારે વિધાનસભામાં પૂછેલા પ્રશ્ન મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં પોલીસે કેટલા કેશો કરીને કેટલો દારૂ પકડ્યો છે. ત્યારે પ્રશ્નમાં સરકારે જુલાઈ 2010 થી 30 જૂન 2015 સુધી પાંચ વર્ષની વિગતો જાહેર કરી હતી. ત્યારે વિવિધ જીલ્લાના રજૂ કરાયેલા માહિતીઓ પૈકી સુરત જિલ્લાની પણ માહિતી રજૂ કરાય ત્યારે બહાર આવેલી ચોંકાવનારી આંકડાકીય માહિતી મુજબ ગુજરાતમાં સુરત જિલ્લા ગ્રામ્યમાંથી પાંચ વર્ષમાં સૌથી વધારે 3,13,68,705 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો પોલીસે પકડેલો જેમાં સૌથી વધુ દેશી દારૂ ઓલપાડ તાલુકામાંથી પકડાયો હોવાનું નોંધાયું છે. જયારે આંકડા મુજબ દારૂ પકડાયો છે. પણ આના કરતા અનેક ઘણો દારૂ પિવાયો છે. આમ દેશી દારૂ બનાવી વેચવામાં સુરત જીલ્લો મોખરે હોવાનો શ્રેય સુરત જિલ્લા પોલીસને ફાળે ગયો છે. વિધાનસભામાં દેશી દારૂ બનાવી વેચનારા વિરુદ્ધ થયેલી કાયદેશરની કાર્યવાહીએ સુરત જિલ્લા પોલીસની બુટલેગરો સાથેની સાઠગાંઠ ઉઘાડી પડી છે. દેશી બનાવટના દારૂના વેચાણ પર નિયઁત્રણ લવાતા હાલ જિલ્લામાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બની રહી છે.

{ ઓલપાડ તાલુકામાંથી રોજ હજારો લીટર દેશી દારૂ સુરત શહેરમાં ઠલવાય છે

{ દેશી દારૂમાં યુરિયા, બેટરી શેલ, ભેંશના ઈન્જેક્શન સહિત કેમિકલ મિશ્રણ થાય છે

{ છેલ્લા પાંચ વર્ષમાં સુરત ગ્રામ્યમાંથી ત્રણ કરોડ લીટરથી વધુ દેશી દારૂ પકડાયો

દેશી ઝેર | પ્રોહિબિશનની કામગીરી કરતી પોલીસના આશીર્વાદથી જિલ્લામાં દેશીદારૂની રેલમછેલ

દેશી દારૂ બનવવા માટે બુલેગરો યુરિયા ખાતર, ભેંસના પાનો મુકવાના ઇન્જેક્શન, બેટરીના શેલ સહિતના અનેક પ્રકારના ઝેરી કેમીકલો મશ્રિત કરતા હોવાથી આવો કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી દારૂનું સેવન કરનારાને જીવને જોખમ ઉભું થાય છે. હાલ વરેલીમાં થયેલા લઠ્ઠકાંડ બાદ હરકતમાં આવેલી જિલ્લા પોલીસે પોતાની ચામડી બચાવવા આડેધડ દેશી દારૂના વેચાણ કરનારાઓ પર કેશો કરવા છતાં ઓલપાડ અને સુરત શહેર પોલીસની રહેમનજર હેઠર હજુ પણ ઓલપાડ તાલુકામાંથી રોજના હજારો લીટર દેશીદારૂ સુરત શહેરમાં ઠલવાય રહ્યો છે.

દેશી દારૂ બનાવવા માટે હાનિકારક વસ્તુનો ઉપયોગ

5 વર્ષમાં જુદા જુદા જીલ્લાઓમાંથી પકડાયેલા દારૂના જથ્થાની આંકડાકીય વિગતો

શહેર- જિલ્લો દેશી વિદેશી બીયર

અમદાવાદશહેર 305189 318273 116738

રાજકોટ શહેર 62319 112580 15430

સુરતશહેર 728918 436418 42912

વડોદરાશહેર 290954 203513 66979

અમદાવાદ ગ્રામ્ય 104780 211290 66893

સુરતગ્રામ્ય 31368705 1329203 309530

ખેડા199774 325269 44032

આણંદ 100942 148356 71603

ગાંધીનગર 64922 189398 97873

સાબરકાંઠા 77082 326767 55890

અરવલ્લી 35254 1630837 205068

શહેર-જિલ્લો દેશી વિદેશી બીયર

મહેસાણા70344 181158 68523

જામનગર 66338 91113 10092

દ્વારકા 29665 29715 6459

રાજકોટ ગ્રામ્ય 57211 116783 17867

મોરબી 60835 114246 37075

સુરેન્દ્રનગર 54339 208633 53424

પાટણ 37226 491224 1240377

બનાશકાંઠા 72028 1051546 191738

રેલ્વે વડોદરા 40494 278077 19551

રેલ્વે અમદાવાદ 13025 10217 664

(નોંધ- દેશી દારૂ લિટરમાં અને વિદેશી દારૂ-બિયર બોટલમાં )

લઠ્ઠા

કાંડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો