તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓલપાડમાં પોલીસ ચોકીની સામે કારમાંથી પાકીટની ઉઠાંતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડમાં પોલીસ ચોકીની સામે કારમાંથી પાકીટની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડતાલુકાના કુંભારી ગામનો યુવાન સવારે ઓલપાડની બેંકમાંથી રોકડ રકમ ઉપાડ્યા બાદ પોતાની કાર લઈને પરા પોલીસ ચોકી સામે પાર્ક કરી છાપુ લેવામાટે ઉતરતી વખતે કારને લોક મારવાનું ભૂલી જતા તકનો લાભ લઈને ચીટરે કારમાં મોટી રોકડ રકમ અને અગત્યના કાગળો સાથે રાખેલું પાકીટની ચીલ ઝડપ કરી નાશી છૂટવાની ચોંકાવનારી ઘટના બની હતી.

ઓલપાડ ટાઉનમાં પેઢે પડેલી ચીટર ટોળકી એક પ્રકારની મોડસ ઓપરેન્ડી મુજબ બેંકમાં નાણાં ઉપાડવા આવતા લોકોની રેકી કરી તેમને યેનકેન પ્રકારે ગફલતમાં નાખી મોટરસાયકલની ડીકી અથવા ફોરવહીલર કારમાંથી રોકડ રકમ ભરેલા પાકીટ કે બેગની તફડાવતી આવી હોવાની ઘટનાઓ બનતી આવી છે. ત્યારે શુક્રવારની સવારે ફરીવાર આવી ઘટનાનો કુંભારી ગામનો યુવક દિનેશભાઇ ગણપતભાઈ પટેલ ભોગ બન્યો છે દિનેશભાઇ સવારે 11.30 કલાકે ઓલપાડ ટાઉનમાં આવેલ ડીસ્ટ્રીક કો.ઓપરેટીવ બેંકમાંથી રોકડ 49000 ઉપાડી પોતાની સાથે લાવેલા 25000 સાથે કુલ્લે 74000 બેગમાં મૂકી પોતાની વેગન આર ફોરવહીલર નંબર (જીજે-5સીએમ- 44) લઈને ઓલપાડ ટાઉનની પરા પોલીસ ચોકી સામે પહોંચી ત્યાં કાર પાર્ક કરી નજીક આવેલ રાધાક્રિષ્ન પેપર એજન્સી પર છાપું [ ન્યુઝ પેપર ] લેવામાટે ઉતર્યા હતાં. ત્યારે પેપર લેવા માટે જતી વખતે દિનેશભાઇ કારને લોક મારવાનું ભૂલી જતા તેમની અગાઉથી કોઈ ચીટર રેકી કરતો હોય એમ કારનો લોક ખુલ્લો જોઈને દરવાજો ખોલી ચીટર રોકડ 74000 સાથે વિવિધ પ્રકારના અગત્યના કાગળો રાખેલ બેગ તફડાવી નાસી છૂટેલ હતો. જ્યારે કારમાં રોકડ રકમ રાખેલ બેગ ચોરી થઈ ગયાની વાતે દિનેશભાઇ અજાણ હોઈ તેઓ ઓલપાડથી કુંભારી ગામ પોતાના ઘરે પહોંચી જોતા ખબર પડીકે કારમાંથી પાકીટ ચોરી થયું છે. ત્યાર ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

યુવક છાપુ લેવા ઉતર્યોને પાકીટ ગાયબ

CCTV માત્ર નામના ઓલપાડટાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન ઓલપાડ ટાઉનમાં મુખ્ય માર્ગ પર લોકભાગીદારીથી લગાવેલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે કેમેરા યોગ્ય જગ્યા પર લગાવાતા ઓલપાડ ટાઉનમાં પેઢે પડેલી ચીટર ટોળકી ને ફાવતી મળતા બેન્કોમાંથી આવતા લોકોને નિશાનો બનાવી રોકડ રકમ ભરેલા પાકીટોની ચીલઝડપ કરતા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન સાબીત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો