તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પિંજરત ગામની દુકાનમાંથી દુર્લભ પ્રજાતિનો રિબોન સાપ પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિંજરત ગામની દુકાનમાંથી દુર્લભ પ્રજાતિનો રિબોન સાપ પકડાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડનાંદરિયાઈ કાંઠા વિસ્તારના પિંજરત ગામની દુકાનમાંથી રીબોન જાતિનો દુર્લભ સાપ મળી આવતા સાપ પકડતી સંસ્થાએ સાપને રેસ્ક્યુ કરી પકડીને સલામત રીતે તેનારાંગગામની સીમમાં છોડી મુકાયો હતો. જોકે તાલુકાના સરસગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળેલ પ્રકારનો સાપ પિંજરતગામે ફરી જોવા મળ્યો હતો.

પિંજરત ગામે આવેલા જનરલ પ્રોવિઝન સ્ટોર્સની દુકાન ધરાવતા અંકિત પટેલની દુકાનમાં એક વિચિત્ર પ્રકારનો સાપ જોવા મળેલ છે. જોકે સંસ્થાના સ્વયંસેવક જેક પટેલ ઓલપાડ કાંઠા વિસ્તારના હોવાથી તેઓ તરત ઘટના સ્થળે પહોચ્યો હતો તેમણે દુકાનમાં ઘૂસેલા સાપને રેસ્ક્યુ કરી સલામત રીતે ઝડપી પાડ્યો હતો તેની તસવીર મોબાઈલ દ્વારા સંસ્થાના પ્રમુખ જતીન રાઠોડ ઉપર મોકલી હતી. સાપને જોતાં જતીન રાઠોડે જણાવ્યુ હતું કે સાપને ગુજરાતીમાં પટિત રેટીયો સાપ , જ્યારે અંગ્રેજીમાં લીથ્સેન્ડ સ્નેક (ઇન્ડિયન રીબોન સ્નેક) તરીકે ઓળખાય છે સાપની આંઠ જેટલી પ્રજાતિ ધરાવતો છે તે પાકી ટ્રોલ્યુંબ્રોન્દા ફેમિલી નામની જાતિનો સાપ આશિક ઝેરી હોય છે . જ્યારે અન્ય સાત પ્રજાતિના સાફો બીનઝેરી હોય જ્યારે સાપના શરીરનો રંગ ઝાંખો લીલો , બદામી કે પીળો હોય છે સાપની વધુમાં વધુ લંબાઇ ત્રણ ફૂટ તથા સાપના મોનાંભાગેથી શારિ કરી છેક પૂંછડી સુધી તેના શરીર ઉપર ઝાંખા કાળા રંગના ટપકા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો