સોંદલાખારામાં આંખ અને કેન્સર રોગના નિદાનનો કેમ્પ

ટકારમા | ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની પ્રાથમિક શાળામાં તળપદા કોળી પટેલ સમાજના પટેલ પ્રગતિ મંડળ-સુરત,લાયન્સ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:25 AM
સોંદલાખારામાં આંખ અને કેન્સર રોગના નિદાનનો કેમ્પ
ટકારમા | ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની પ્રાથમિક શાળામાં તળપદા કોળી પટેલ સમાજના પટેલ પ્રગતિ મંડળ-સુરત,લાયન્સ કેન્સર હોસ્પિટલ ,સુરત તથા દિવ્યજ્યોતિ ટ્રસ્ટ,માંડવી દ્વારા આંખ અને કેન્સર રોગના નિદાન કેમ્પનું આયોજન તા. ૧૨-૦૮-૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમ્યાન કરવામાં આવેલ હોવાથી આયોજકો તરફથી તાલુકાની જનતાને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રવિવારે યોજાનાર આંખ રોગ નિદાન કેમ્પમાં જે દર્દીઓને આંખ દુઃખતી હોય, લાલ રહેતી હોય કે આંખ ચોંટતી હોય અથવા આંખે ઝાળ વળતી હોય તેવા દર્દીઓને આંખ રોગના સર્જન દ્વારા તપાસ કરી નિદાન કરી સારવાર આપવામાં આવશે. જ્યારે તપાસ દરમિયાન જે દર્દીઓને મોતિયા, ઝામર, વેલ, નાસુર જણાઇ તેમને જજો ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

X
સોંદલાખારામાં આંખ અને કેન્સર રોગના નિદાનનો કેમ્પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App