Divya Bhaskar

Home » Daxin Gujarat » Surat District » Olpad » જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઓલપાડના કુંદિયાણા ગામની પ્રા. શાળાની બાળાઓ ઝળકી

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઓલપાડના કુંદિયાણા ગામની પ્રા. શાળાની બાળાઓ ઝળકી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:25 AM

ટકારમા | અસ્તાન કન્યા વિદ્યાલય,બારડોલી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૧૮ માં સુરત જિલ્લા પંચાયત...

  • જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઓલપાડના કુંદિયાણા ગામની પ્રા. શાળાની બાળાઓ ઝળકી
    ટકારમા | અસ્તાન કન્યા વિદ્યાલય,બારડોલી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૧૮ માં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાના કુંદિયાણા ગામની પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ તેમની કલામાં તૃતીય ક્રમ મેળવતા તાલુકાના કલા ગૌરવમાં વધારો થયો છે.

    અસ્તાન કન્યા વિદ્યાલય, બારડોલી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૧૮ ની સ્પર્ધામાં તાલુકાના કુંદિયાણા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચિ.મિતાલી સતિષભાઈ પટેલે લગ્નગીત સ્પર્ધામાં, જ્યારે ચિ. ચાર્મી ભરતભાઈ પટેલે એક પાત્રીય અભિનય સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા બની મેદાન મારતા તાલુકાના ગૌરવમાં વધારો થયો છે. જેના પગલે બંને બાળ કલાકારોની સિદ્ધિ બદલ શાળાના મુ. શિ. તથા બીઆરસી કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ અને પ્રચાર-પ્રસાર મંત્રી વિજય પટેલે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending