તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 4 સ્થળે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોને રાહત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 સ્થળે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોને રાહત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આખરેદક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી પટ્ટીના ખેડૂતો માટે તુવેર ખરીદ કેન્દ્રોનો પ્રારંભ કરાયો છે. ખેડૂતોની માંગણીને ધ્યાને રાખી દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરી વહીવટીતંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય બાબત છે કે, તુવેર પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવે સાથેની સરકારની જાહેરાત બાદ પણ તુવેર ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં નહીં આવતા ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં અડધાથી પણ ઓછા ભાવે વેચવાની નોબત આવતા ખેડૂતોને શોષણ થઇ રહ્યું હતું. ત્યારે દિવ્ય ભાસ્કર અહેવાલને પગલે પહેલા તાપી જિલ્લાના વ્યારા અને બાદમાં સુરતના માંડવી અને માંગરોળના વાંકલ અને કેવડીમાં પણ ખરીદી કેન્દ્ર શરૂ કરાયા છે. આથી હવે ખેડૂતો ટેકાના ભાવ પ્રતિ. ક્વી. 5050 રૂપિયાથી તુવેરનું વેચાણ કરી શકશે.

તુવેર પાકના મબલક ઉત્પાદન બાદ ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવો મળતા મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોની વ્યાપક ફરિયાદો સમગ્ર રાજ્યભરમાંથી ઉઠતા સરકારે ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી સીધી ખરીદી કરી શકાય માટે ગુજરાત સરકારે વેચાણ કરતા ટેકાના ભાવમાં વધારે રકમ આપવાની જાહેરાત કરી હતી. જે મુજબ વીસ કિલોના રૂ.1002 અને કવીન્ટલના રૂ.5010 હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની જાહેરાત બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં એક પણ જગ્યાએ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં નહીં આવતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. માત્ર નિરાશાથી કામ અટકતું નહોતું પણ ખેડૂતોને તુવેરના ગત વર્ષની સરખામણી અડધાથી પણ નીચા ભાવ મળી રહ્યા હતા. તેવામાં ખરીદ કેન્દ્રો શરૂ નહીં થતા ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો હતો.

મામલે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) પણ અવાજ ઉઠાવ્યો હતો અને સરકારને રજૂઆત કરી ખરીદ કેન્દ્રો તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગણી કરી હતી. ખેડૂતોની માંગણી અને વેદનાને જોઈ દિવ્ય ભાસ્કરે ખેડૂતોનું થતું શોષણ અટકે અને ન્યાય મળે માટે તુવેર કેન્દ્ર ઝડપથી શરૂ થાય એવી લાગણી વહીવટીતંત્રના બહેરા કાને અથડાઈ માટે વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યારે દિવ્ય ભાસ્કરના અસરકારક અહેવાલ બાદ જાણે તંત્રની આંખ ખુલી હોય તેમ તુવેર ખરીદ કેન્દ્રો આખરે શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. સૌ પ્રથમ તાપી જિલ્લાના વ્યારામાં કેન્દ્ર શરૂ થયા બાદ હાલ તાજેતરમાં સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વાંકલ ખાતે અને ઉમરપાડાના કેવડી ખાતે માર્કેટયાર્ડમાં ખરીદી કેન્દ્રો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતો હવેથી પોતાનો ઉત્પાદન માલ ટેકાના ભાવથી વેચાણ કરી શકશે અને પોષણક્ષમ ભાવ પણ મેળવી શકશે.

તાપી જિલ્લાના વ્યારા બાદ સુરતના માંડવી, માંગરોળના વાંકલ અને કેવડી ખાતે પણ ખરીદ કેન્દ્ર શરૂ કરાયાં

ભાસ્કર ઇમ્પેક્ટ | સરકારની જાહેરાત બાદ પણ સુરત અને તાપી જિલ્લામાં તુવેર ખરીદી કેન્દ્ર શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો