તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દારૂ ઘૂસાડવા બુટલેગરે બોગસ ઇન્વોઇસ બનાવ્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઘૂસાડવા બુટલેગરે બોગસ ઇન્વોઇસ બનાવ્યું હતું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત26મી ઓક્ટોબર 2016ના રોજ સુરત રેંજ આરઆરસેલની ટીમે સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાંથી દરોડા પાડી પરપ્રાંત વિદેશી દારૂની 22.98 લાખનો દારૂ ઝડપી પાડવાની ઘટનામાં પોલીસે કુલ 11 આરોપીની ધરપકડ કરી હતી. પ્રકરની તપાસ દરમિયાન પોલીસને કન્ટેરમાંથી મળી આવેલ ઈન્વોઈસની તપાસ કરતાં જે ઈન્વોઈસ બોગસ હોવાનું બહાર આવતાં બનાવ અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં દમણના રમેશ માઈકલ અને તેના ભાણેજ સનત પટેલ વિરુદ્ધ ગુનાની કલમ ઉમેરવા રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અંગે મળતી માહિતી અનુસાર સુરત રેંજની આરઆરસેલની ટીમે ગત 26-10-2016ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાંથી એક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર તથા અન્ય વાહનો મળી 22.98 લાખ તથા વાહનો મળી 81.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુનાની તપાસ દરમિયાન પોલીસે દમણનો કુખ્યાત બુટલેગર સનતકુમાર ઉર્ફે લાલો રમેશ મંગાભાઈ પટેલ, સુરતના ગોપીપુરાના બુટલેગર બંધુ ફીરોઝ ફ્રુટવાલા, સલીમ ફ્રુટવાલા, મહંમદ જાની, ગુલામ નસુર શેખ, ગુલામ મહંમદ બાબ ગુલામ મસુદ્દીન દરોગા, સોયેબ ઉર્ફે ઘોડા રફીક શેખ, મહંમદ અસ્ફાક મહંમદ ઈબ્રાહીમ શેખ, મહંમદ ઝુબેર મહંમદ હનીફ અન્સારી, જહીરુદ્દીન રસુદ્દીન સૈયદ, મુમતાઝ હયાત શેખ, દિનેશ ઉર્ફે દેવુ મગનભાઈ પટેલની ધરપકડ કરી હતી.

જે પૈકી સનત ઉર્ફે લાલો નાની દમણના રમેશ જગુ પટેલ ઉર્ફે રમેશ માઈકલ ની મદદથી સંઘ પ્રદેશ તથા દમણના વિદેશી દારૂનો જથ્થો ફીરોઝ અને સલીમ ફ્રુટવાલાને સુરત ખાતે પહોંચાડતા હોવાનું બહાર આવ્યું હતું. તમામની ધરપકડ કરવામાં આવી હતી.

ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન જહીરુદ્દીન નશરૂદ્દીન સૈયદ નાઓ પોલીસ જમાદાર હોવા છતાં ફિરોઝ અને સલીમને વિદેશી દારૂના સપ્લાયમાં મદદ કરતાં હોવાનું બહાર આવતાં તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ એસીબીની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે કબજે લીધેલા કન્ટેરમાં ઈસબ પ્લાસ ઈન્ડસ્ટ્રીયલ નામનું કંપનીનું ઈનવોઈસ મળી આવ્યું હતું.

તે બાબતે તપાસ કરતાં વર્ષ 2015ના સમય ગાળા દરમિયાન કંપની એમએસ ઈસબ પ્લાસ પ્રોડકશન એલએલપી તરીકે કનવટ થઈ ગઈ હતી. ઈસબ પ્લાસ ઈન્ડસ્ટ્રિઝ નામની કોઈ કંપની અસ્તીત્વમાં હોવા છતાં રમેશ માઈકલ તથા તેના ભાણેજ સનત પટેલે બનાવટી ઈનવોઈસ બનાવી સંઘ પ્રદેશ દમણથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવા માટે ખોટા દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવાનું બહાર આવતાં ગુનાની તપાસમાં આઈપીસી 465, 468, 471નો ઉમરો કરવા માટે સંબંધિત કોર્ટને રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

લઠ્ઠાકાંડ બાદ પણ દારૂનો વેપલો જોરમાં

વરેલીચકચારી લઠ્ઠાકાંડ બાદ પોલીસતંત્રએ સુરત જિલ્લામાં દારૂનો વેપલો બંધ કરાવવા માટે કડક કાર્યવાહી ધરી અનેક બુટલેગરોની અટક ઉપરાંત અનેક કાર્યવાહી હાથ ધરી છે તેમ છતાં હકીકત છે આજેપણ જિલ્લામાં અનેક સ્થળોએ દેશી તથા વિદેશી દારૂનો વેપલો પુરજોશમાં ચાલી રહ્યો છે. અને બુટલેગરો બિંદાસ દારૂની હાટડીઓ ચલાવી રહ્યા છે.

ઓલપાડના 22 લાખના દારૂ પ્રકરણમાં બોગસ ઇન્વોઇસ બનાવવામાં રમેશ માઇકલ અને તેના ભાણેજની સંડોવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો