Divya Bhaskar

Home » Daxin Gujarat » Surat District » Olpad » Olpad - ‘તમારી ડિગ્રી ખોટી છે’ કહી તબીબ પાસે તોડ પાડવા ગયેલા 5 ભેરવાયા

‘તમારી ડિગ્રી ખોટી છે’ કહી તબીબ પાસે તોડ પાડવા ગયેલા 5 ભેરવાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:10 AM

ઓલપાડના ઉમરા ગામે ક્લિનિક ચલાવતા તબીબને ઠગવા ગયા હતા બે કહેવાતા પત્રકાર સહિત ત્રણની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ...

  • Olpad - ‘તમારી ડિગ્રી ખોટી છે’ કહી તબીબ પાસે તોડ પાડવા ગયેલા 5 ભેરવાયા
    ઉમરા ગામે ક્લિનિક ચલાવતા ડોક્ટરને ત્યાં બતાવવા માટે આવેલ મહિલા અને તેના મિત્રએ ડોક્ટરને ત્યાં બતાવીને ગયા બાદ થોડી વારમાં ક્લિનિક પર આવેલા બે પત્રકારોએ ડોક્ટરની ડિગ્રી અને તેના શર્ટી ખોટા હોવાનું કહી ક્લિનીકનું મોબાઈલમાં શૂટિંગ કરી ઓફિસે આવીને મળી જવાનો ખેલ અને ન આવેતો ખોટી ડિગ્રીના ન્યુઝ કરીને બદનામ કરવા સાથે પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. ધમકી આપનાર પત્રકાર સહિત પાંચ વિરુદ્ધ ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.

    વિગતવાર માહિતી મૂળ ચીખલી તાલુકાના રાનવેરી કલ્લાં ગામના વતની અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા જયદીપભાઈ ઠાકોરભાઈ પટેલ (ઉમર 29) ઉમરા ગામે સાંઈ ક્લિનિક નામે તબીબનો વ્યવસાય કરે છે. 14/09/2018 ના રોજ સાંજના ઘરેથી ક્લિનિક ખાતે ગયેલ ત્યારે રોશનભાઈ પ્યારેલાલ પ્રજાપતિ અને તેમની મિત્ર આશાબહેન બંને ક્લિનિક પર આવી કેસ લખાવી આશાબહેનને માસિકની તકલીફ હોઈ તેમને તપાસી દવા આપ્યા બાદ રોશને ડો.જયદીપનો મોબાઈલ નંબર માંગતા નંબર આપતા તે બને ચાલી ગયા હતાં.

    ત્યાર બાદ નિલેશભાઈ ભાનુશંકર ઠાકર (રહે. સરથાણા જકાતનાકા, મૂળ-અમરેલી) અને જીગ્નેશભાઈ પ્રવીણભાઈ કવા (રહે. કામરેજ મૂળ જિ. ભાવનગર) ક્લિનિક પર આવી તમારી ડિગ્રી ખોટી છે તેવું કહી નિલેશભાઈએ દિલ્હી ક્રાઇમ નામનું કાર્ડ બતાવતા ડો.જયદીપભાઈએ તેમના શર્ટી ફિકેટ બતાવવા ફરીવાર નીલેશે શર્ટી ખોટા હોવાનું બોલી જયદીપભાઈના ક્લિનીકનું પોતાના મોબાઈલમાં શૂટિંગ કરી લીધું હોવાનું કહી નિલેશે ફોન કરીને રોશનને બોલાવેલ ત્યારે તેની મિત્ર આશા પણ તેની સાથે હતી. ત્યારે રોશને તેનો મોબાઈલ નંબર ડોક્ટરને આપીને કહેલ કે કાલે સવારે મારા મોબાઈલ નંબર પર ફોન કરી ઓફિસે મળવા આવજો અને જો મારી ઓફિસે પતાવટ કરવા નન આવોતો તમારા ખોટા શર્તી અને ડિગ્રીનું ન્યુઝ આપી દઈશુ અને તમારા પર પોલીસ કેસ થશે.

    આમ કહીને ચાલી ગયેલા ત્યાર બાદ આ ઘટના બાબતે ડો જયદીપ એ અન્ય ડોક્ટરને જાણ કરતા તેમના અન્ય ડોક્ટર મિત્રો આવી ગયેલા અને તેમણે મધ્યસ્થી કરવા છતાં માનેલા નહીં જેથી ધમકી આપી ચાલી જતા અંતે ડો. જયદીપ પટેલે કહેવાતા પત્રકાર સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઓલપાડ પોલીસે નિલેશ ઠાકર રોશન પ્રજાપતિ અને જીગ્નેશભાઈ કવા ને ઝડપી પાડેલ જયારે રાહુલ અને આશાને વોન્ટેડ જાહેર કર્યા છે.

    ઓલપાડ પોલીસે પકડેલ પત્રકાર અને તેના સાથીદારો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending