તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓલપાડમાં શાંતિ સમિતિની બેઠક મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડમાં શાંતિ સમિતિની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તો સાથે મંગળવારના રોજ મુસ્લિમ બિરાદરોનો બકરી ઈદનો તહેવાર હોય ત્યારે બંને દિવસો દરમિયાન શાંતિનું વાતાવરણ જળવાઈ રહે એના અનુસંધાનમાં ઓલપાડ માં શાંતિ સમિતિની બેઠક ઓલપાડ કોમ્યુનિટી હોલ ખાતે ઓલપાડ પી એસ.આઇ ગોહિલની અધ્યક્ષતામા યોજાઇ હતી.

શાંતિ સમિતિની બેઠકમાં ઓલપાડ વિસ્તારોમાંથી ગણેશ આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે ઓલપાડ ટાઉન સહિતના વિસ્તારોમાંથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેનું ગુરુવારે ઓલપાડના ઐતિહાસિક લાલવા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે. જ્યારે સમયે કોઈ અનિચ્છનીય બનાવ નહી બને અને ભાઈ ચારા સાથે એક બીજાને સહકાર આપી શાંતિનું વાતાવરણ જળવાઈ રહે માટે શાંતિ સમિતિના સભ્યો તેમજ ગણેશ આયોજકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ગોહિલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા હાકલ કરતા ગણેશ આયોજકોએ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની ખાતરી આપી હતી. બેઠકમાં ઓલપાડના સરપંચ સતીશ પટેલ, પંચાયત સભ્ય ગની પટેલ, કૌશિક પટેલ, હમીદ ખાન પઠાન સમીર મલિક, શબ્બિર મલિક સહિતના અગ્રણીઓ તેમજ ઓલપાડ એ.એસ.આઇ નલિનભાઈ સહિતના સ્ટાફ ઉપસ્થિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો