તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાસ્મો યોજનામાં અધિકારીઓ અને એજન્સીની મિલિભગતમાં કૌભાંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્મો યોજનામાં અધિકારીઓ અને એજન્સીની મિલિભગતમાં કૌભાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના ગામોમાં સુરત સાંસદની ગ્રાન્ટમાંથી પાણી પુરવઠા વિભાગની વાસ્મો યોજના અંતર્ગત એક કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ વાપરી તાલુકાના 36 ગામોને મિનરલ પ્લાન આપવાની કામગીરીમાં અધિકારી અને એજન્સી ભેગામળી મોટું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. એકતરફ સરકારી ચોપડે ગામોમાં મિનરલ પ્લાન ફિટિંગ કરી લોકોમાટે કાર્યરત કરી દેવાની વાતે અધિકરીઓનું જુઠાણું બહાર આવવા સાથે ચોંકાવનારી બાબતો મુજબ અધિકારીઓ અને એજન્સી સાથેની મિલીભગતમાં કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના કામો થયા હોવાનું કૌભાંડ કરાયું છે.

વર્ષ 2010થી 2015 સુધીમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વાસ્મો યોજના અંતર્ગત ઓલપાડ તાલુકાના કુલ્લે 36 જેટલા ગામોની ગ્રામપંચાયતોને મિનરલ વોટર પ્લાન અપાયા છે. ત્યારે સાંસદની ગ્રાન્ટમાંથી મિનરલ વોટર પ્લાન આપવામાં અધિકારી અને એજન્સીએ ભેગા મળી મોટું કૌભાંડ કર્યો હોઈ જે બાબતે તપાસ કરતા અનેક વિધ ચોંકાવનારી બાબતો બહાર આવી છે. ઓલપાડ તાલુકાના મીરજાપોર, દેલાસા, કમરોલી, મોર ગામોમાં પણ યોજનામાંથી ગ્રામપંચાયતને મિનરલ પ્લાન આપવામાં આવ્યો હોઈ તમામ ગામના મિનરલ પ્લાન આજદિન સુધી કાર્યરત નથી કરાયા. જયારે અધિકારીઓ દ્વારા તમામ ગામોમાં મિનરલ પ્લાન કાર્યરત હોવાનું ચોપડે જુઠાણું ચલાવ્યું હોઈ જે દિવ્યભાસ્કરે ગામે ગામે જઈને જોતા નોંધાયું છે.

આટલું નહીં પણ સાંસદની સરકારી ગ્રાન્ટથી ઓલપાડ તાલુકાના આગામોમાં મિનરલ પ્લાનની અવદશા સાથે પ્લાન આજદિન સુધી કાર્યરત કરવાની વાતે માજી સરપંચોની મુલાકાત લેતા પોતાનું નામ જાહેર કરવાની શરતે આપેલી માહિતી મુજબ સાંસદની ગ્રાન્ટમાંથી વાસ્મો યોજના અંતર્ગત પંચાયતોને મીનરલ પ્લાન માટે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ પંચાયતોએ ટેન્ડર પક્રિયા મુજબ કામગીરી કરી યોગ્ય એજન્સી પાસેથી મિનરલ પ્લાનની ખરીદી કરવાની હોઈ છે ...અનુસંધાન પાના નં. 2

સાંસદની ગ્રાન્ટમાંથી પંચાયતોમાં નાંખવામાં આવેલા વોટર પ્લાન્ટ.

હું બાબતે કઈ નથી જાણતો

^પા.પુપાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર કે જેમની એક મહિના પહેલા સુરત ખાતે બદલી થઈને આવતા તેમને ઓલપાડ તાલુકામાં વાસ્મો યોજનામાંથી મિનરલ પ્લાન આપવાની કામગીરીમાં અધિકારીઓ દ્વારા એજન્સી સાથેની મિલીભગતમાં કૌભાંડ કરવા સાથે પંચાયતોને આપેલા મિનરલ પ્લાન ધુરખાતા પડેલા હોવાની ગંભીર બાબતે પૂછતાં તેમને “હું બાબતે કંઈ નથી જાણતો’ કહી પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા હતા. > એસ.કે.જૈન,કાર્યપાલકઈજનેર

અધિકરીઓના પાપે લોકો મિનરલ પાણીથી વંચિત

સાંસદદર્શના જરદોશ દ્વારા ઓલપાડ તાલુકાના ગામોની જનતાને પીવાનું મિનરલ પાણી મળી રહે તેવા શુભ આશયે પોતાની ગ્રાન્ટમાંથી વાસ્મો યોજના અંતર્ગત મિનરલ પ્લાન ફાળવણી કર્યા પરંતુ યોજનાનો લોકોને લાભ મળી રહે અને ગ્રાન્ટનો સદ્દુપયોગ થાય તે બાબતે અધિકારીઓ દ્વારા કામગીરી કરાવતા પંચાયતોએ પ્લાનને કાર્યરત કર્યાવીના ગોડાઉન અને કોઢારમાં મુકી રાખતા મિનરલ પ્લાન થી મિનરલ પાણી મેળવવાની વાતે આમ જનતા વંચિત રહી છે.

{ મીરજાપોર,દેલાસા,કમરોલી અને મોરમાં આપેલા પ્લાન્ટ આજે પણ બંધ

{ ટેન્ડરિંગ પ્રક્રિયાને નેવે મુકી એકજ એજન્સી પાસેથી પ્લાન્ટ લેવા દબાણ

સાંસદની ગ્રાન્ટમાંથી ઓલપાડની 36 પંચાયતોને મિનરલ વોટર પ્લાન્ટ અપાયા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો