તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | 15 દિવસમાં ઉકેલ આવશે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

ભાસ્કર િવશેષ | 15 દિવસમાં ઉકેલ આવશે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના કણભી-પારડી ગામના રહીશોને વીજ પાવર સમસ્યા મામલે છેલ્લા માસથી ખો-ખોની રમત રમાડતા ત્રાહીમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ ઓલપાડ સબ ડીવીઝન ડીજીવીસીએલ કચેરીમાં લાલિયાવાડી રાજ ચલાવતા ડેપ્યુટી ઇજનેર વિરોલીયા વિરૂદ્ધ સુરત સાંસદ દર્શનાબહેન જરદોશ, ધારાસભ્ય મુકેશ પટેલ, તા.પં.પ્રમુખ યોગેશ પટેલ, કારોબારી અધ્યક્ષ હરીશ માળી સહિત મામલતદાર, ટીડીઓ, પોલીસ મથકમાં રજુઆત કરી હતી જો ૧૫ દિવસમાં સમસ્યાનો ઉકેલ આવશે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર આપ્યું હતું.

ઓલપાડ તાલુકાના પારડી-કણભી ગ્રામજનોએ આજે તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા સબંધિત સરકારી કચેરીઓમાં ડીજીવીસીએલ, ઓલપાડ સબ ડીવીઝન કચેરી વિરૂદ્ધ આવેદનપત્ર આપી બળાપો કાઢતા જણાવ્યું કે પારડી ગામમાં છેલ્લા માસથી પુરતી વીજળી મળતી નથી. મામલે ડે.ઇજનેર વિરોલીયાના ૧૫ દિવસ પૂર્વે રજુઆત કરતા તેમણે ગ્રામજનોને વચન આપ્યું હતું કે હું જાતે સ્થળ ઉપર આવી બે દિવસમાં પારડી-ભારૂંડી-સિવાણ વીજ લાઇન રીપેરીંગ કરાવી આપીશ. પરંતુ તેઓની વારંવારની આશા ઠગારી નિવડતા સમસ્યા યથાવત રહેવા પામેલ છે. જ્યારે ગત રવિવારે વીજ પાવર ડૂલ થયા બાદ ભારે માથાકૂટ પછી આજે સોમવારે બપોર બાદ ૧૨ કલાક પછી વીજ પાવર મળતા પીવાનું પાણી,રોજીંદા વપરાશ સહિત ટોયલેટ-બાથરૂમમાં પણ પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે મામલે ડે.ઇજનેર વિરોલીયાને રજુઆત કરતા લેબરો કામ કરતા હોવાના રોદણાં રળે છે. જ્યારે મેન્ટેનન્સ ટીમનો સંપર્ક કરતા કચેરી પુરતો લેબરો આપતી હોવાનું જણાવી કચેરી ચલક ચલાણી, પેલા ઘર ઘાણીની રમત રમાડી રહ્યા હોવાથી ગ્રામજનો ત્રાસી ગયા છે. જેથી મામલે જો ૧૫ દિવસમાં ઉકેલ આવશે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ડીજીવીસીએલ કચેરી બહાર ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારતા તંત્રના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે.

પ્રિમોન્સૂન કામગીરી નામપુરતી

મેટરચોમાસા પૂર્વે વીજ લાઇનનું રિપેરીંગ કરવા છતાં વરસાદ ચાલુ થાય કે તરત વીજ પાવર ડૂલ ઓલપાડ સબ ડીવીઝનની ડીજીવીસીએલ કંપનીએ ચોમાસુ શરૂ થાય તે પૂર્વે ભર ઉનાળામાં જનતાને ગરમીનો તાપ વેઠાવી વીજ પાવર કાપ કરી વીજ લાઇનોનું રિપેરીંગ કામ કરતા તે સમયે લોકોએ વરસાદી માહોલમાં વીજ પાવર જશે તેવી આશા સેવી હતી. પરંતુ તાલુકામાં પા-પા પગલી સાથે ચોમાસાની સિઝન શરૂ થતા નજીવો વરસાદ કે પવન ફૂંકાતા તરત વીજ પાવર ડુલ થતા કચેરી તરફથી કરવામાં આવેલ વીજ લાઇન રિપેરીંગની પોલ ખુલી જવા પામી છે. જ્યારે કચેરીની લાલિયાવાડીથી તાલુકામાં વારંવાર વીજ પાવર ડુલ થવાના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ડીજીવીસીએલને આવેદનપ આપવામાં આવ્યુ.

DGVCLની લાલિયાવાડીથી કણભી-પારડીની પ્રજા પરેશાન

અન્ય સમાચારો પણ છે...