• Gujarati News
  • National
  • પરિયા ગામે થયેલી લૂંટમાં આરોપીના સ્કેચ બનાવાયા

પરિયા ગામે થયેલી લૂંટમાં આરોપીના સ્કેચ બનાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના પરિયા ગામે એમ્બ્રોડરીના કારખાનામાં છ લૂંટારાઓએ ચપ્પુની અણીએ રૂ.૪,૪૨,૫૦૦ના સામાનની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટારાઓને ઝડપવા આજે પોલીસે આરોપીની સ્કેચ તસવીરો જાહેર કરી તપાસ શરૂ કરી છે.

પરિયા ગામની સીમમાં અંજની ટેક્ટાઇલ પાર્કના વિભાગ-૩ ના સી-૧૩ નંબરના કારખાનાના માલિક બેચર વલ્લભ મોતીસરીયાના શ્રીજી ફેશન એમ્બ્રોયડરી કારખાનામાંથી ગત તા-૩ જી જાન્યુઆરીના રોજ ત્રાટકેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના છ લૂંટારાઓએ કામદારોને બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ.૪,૪૨,૫૦૦ ની કિંમતના મશીનરીના કિંમતી સામાનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે ઇપીકો કલમ-૩૯૫, ૩૪૨, ૪૫૨, ૫૦૬(૨) મુજબ લૂંટ-ધાડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પણ લૂંટારાઓનું પગેરૂં શોધવામાં પોલીસને નિષ્ફળતા મળી હતી. જેથી પોલીસે કારખાનામાં કામ કરતા અને લૂંટ ઘટનાને નજરે નિહાળનારા કામદારોએ કરેલ લૂંટારાઓના વર્ણનના આધારે આરોપીઓના સ્કેચ તસ્વીર બનાવડાવી આ સ્કેચ તસવીરો વિવિધ પોલીસ મથકોને મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...