• Gujarati News
  • National
  • ઉમરા ગામે પાવરનો દુરુપયોગ કરી ભાઇઓની જમીન પચાવી

ઉમરા ગામે પાવરનો દુરુપયોગ કરી ભાઇઓની જમીન પચાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના ઉમરા ગામમાં સગા ભાઇએ સંયુક્ત કુટુંબની જમીનના પાવર ઓફ એટર્નીનો દુર ઉપયોગ કરી યુએસએ સ્થિત બે અન્ય ભાઇઓની જમીન પચાવી પાડી મિત્રની પત્નીને વેચાણ-દસ્તાવેજ કરી આપવાના ગુનામાં જમીન મામલે રચાયેલી સીટમાં ૧૦ આરોપીઓની સંડોવણી જણાતા તમામ આરોપીઓ સામે ઓલપાડ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. જ્યારે ગુનાની તપાસમાં તે સમયે ગામમાં તલાટી કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા મગન જે. પટેલ તથા સુરત સર્કલ અધિકારી ડાહ્યા પટેલે હાથ કાળા કર્યાનું જણાતા હાલના બન્ને નિવૃત્ત સરકારી કર્મચારીઓ સામે પણ પોલીસ ગુનો નોંધાતાં ફફડાટ મચ્યો છે.

તાલુકાના ઉમરા ગામના ગેટ ફળિયાના રહીશ અને હાલ અમેરિકા રહેતા કિરણ ભગવાનજી પટેલ, અરૂણ ભગવાનજી પટેલ તથા મહેન્દ્ર ભગવાનજી પટેલની બ્લોક નં-૧૬૮ તથા ૧૯૯ વાળી સંયુક્ત કુટુંબની જમીન આવેલ છે. સને-૧૯૭૨-૭૩ ની સાલમાં અરૂણભાઇ તથા મહેન્દ્રભાઇ વિદેશમાં જતા જમીનની દેખરેખ માટે સને-૧૯૮૭ ની સાલમાં તે સમયે ઇન્ડિયામાં રહેતા તેઓના ભાઇ કિરણ પટેલને જમીનના પાવર ઓફ એટર્ની આપ્યા હતા. જોકે ત્યાર બાદ કિરણ પટેલ પણ સને-૧૯૯૫ ની સાલમાં અમેરિકા સ્થિત થયા હતા પરંતુ સને-૨૦૦૧ની સાલમાં તેઓની વૃદ્ધ માતા રેવાબહેનનું અવસાન થતાં ત્રણે ભાઇઓ વતી કિરણ પટેલ તેમની ઉત્તરક્રિયા વિધિ માટે ઇન્ડિયા આવ્યા હતા.

સમય દરમિયાન તેમણે પાવરનો દુરુપયોગ કરી ગામના પુષ્પાબહેન સુરેશ પટેલ, રસિક લલ્લુ પટેલ તથા બિપીન નાથુ પટેલના મેળાપીપણામાં ખોટો વહેંચણી કરાર બનાવી સંયુક્ત કુટુંબની જમીનમાંથી બન્ને ભાઇઓના હક્ક-હિસ્સાના નામો સરકારી રેવન્યુ દફતરેથી દુર કરાવ્યા હતા. જ્યારે કરાર લેખની ખરાઇ કર્યા વિના એન્ટ્રીઓને અનુ.પાનાનં. 2

જમીન મામલે રચાયેલી સીટ તપાસમાં 10 આરોપીઓની સંડોવણી જણાઈ

અન્ય સમાચારો પણ છે...