Home » Daxin Gujarat » Surat District » Olpad » Olpad - ઉમરામાં તબીબને ધમકાવી તોડ પાડવામાં પકડાયેલા ચારેય 1 દિવસના રિમાન્ડ પર

ઉમરામાં તબીબને ધમકાવી તોડ પાડવામાં પકડાયેલા ચારેય 1 દિવસના રિમાન્ડ પર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:00 AM

મુખ્ય ભેજાબાજ રાહુલ જોશીને દબાચી લેવાયો, મહિલા આરોપી આશા હજુ પકડથી દૂર

  • Olpad - ઉમરામાં તબીબને ધમકાવી તોડ પાડવામાં પકડાયેલા ચારેય 1 દિવસના રિમાન્ડ પર
    ઉમરા ગામે ક્લિનિક ચલાવતા ડોક્ટરને તેની ડિગ્રી ખોટી હોવાની વાતે ધાક ધમકાવી તોડબાજી કરવાની વાતે આવેલ એક મહિલા અને બે પત્રકાર અને અન્ય બે ઈસમો મળી પાંચ વિરુદ્ધ ઓલપાડ પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક તપાસ હાથધરી ચારને ઝડપી પાડ્યા હતા. તમામને પોલીસે કોર્ટમાં રજૂકરી રિમાન્ડ માંગતા એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

    ઓલપાડ તાલુકાના ઉમરા ગામે ક્લિનિક ચલાવતા ડો.જયદીપભાઈ ઠાકોરભાઈ પટેલ 14/09/2018 ના રોજ સાંજના બતાવવા માટે રોશનભાઈ પ્રજાપતિ અને તેમની મિત્ર આશાબેનએ ડોકટર ને ધમકાવી ને તોડબાજી કરવા પ્રિપ્લાનિંગ બનાવ્યું હોઈ તેમાં તેમના દ્વારા ક્લિનિક માંથી ગયા બાદ તરતજ ક્લિનિક પર આવેલા દિલ્હી ન્યૂઝના પત્રકાર નિલેશભાઈ ભાનુશંકર ઠાકર અને જીગ્નેશભાઈ પ્રવીણભાઈ કવા એ ડોક્ટરની ડિગ્રી ખોટી છે તેવું કહી દિલ્હી ક્રાઇમ નામનું આઈ કાર્ડ બતાવી ડો.જયદીપભાઈ ના ક્લિનીકનું પોતાના મોબાઈલમાં શૂટિંગ કરી ઓફિસે મળવા આવવાનું કહી જો ન આવેતો ખોટા શર્તી અને ડિગ્રીનું ન્યુઝ આપી પોલીસ કેસ કરવાની ધમકી આપવા સાથે જી.ઈ.બી નો કર્મચારી રાહુલ જોશી એ મધ્યસ્થી કરી ટોડ પાડી આપવાનું કહ્યા બાદ તેઓ ચાલી જતા ડોક્ટર આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    ડો. જયદીપ પટેલે દિલ્હી ક્રાઇમના બે પત્રકાર સહિત પાંચ વિરુદ્ધ ગુન્હો નોંધી હાથ ધરી નિલેશ ઠાકર, રોશન પ્રજાપતિ અને જીગ્નેશભાઈ કવા તથા રાહુલ જોશીને ઝડપી પડ્યા બાદ વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જયારે ઘટનામાં સામેલ મહિલા આશા હજુ પોલીસ પકડથી દૂર હોઈ તેની તપાસ ચાલી રહી છે. જયારે તપાસ કરતા આર.એમ.સંગાડા ના કહેવા મુજબ દિલ્હી ક્રાઇમના પત્રકારો ની વધુ તપાસ અર્થે માહિતી વિભાગમાં થી વધુ વિગત મંગાવાઈ છે જો ટોળકી દ્વારા અન્ય કોઈને પણ શિકાર બનાવ્યા હોઈ કે બીજી કોઈ ઘટનાને અંજામ આપવાની વાતે પણ તપાસ કરાઈ રહી છે. આટલુંજ નહીં પણ ખાલી 1500 રૂપિયામાં લીધેલા કાર્ડથી પત્રકાર બનીને તોડબાજી કરતા આવ્યા હોઈ પોલીસ પણ આ વાતે ગંભીર બની તપાસ કરી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ