હલધરું પાસે બાઇકને બચાવવા જતાં 2 એસ.ટી બસો ભટકાઇ

પલસાણા | પલસાણા તાલુકાના હલધરૂ ગામની સીમમાં વહેલી સવારે મોટરસાયકલને બચાવવા જતા બે બસ અથડાતા અકસ્માત થયો હતો....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Olpad - હલધરું પાસે બાઇકને બચાવવા જતાં 2 એસ.ટી બસો ભટકાઇ
પલસાણા | પલસાણા તાલુકાના હલધરૂ ગામની સીમમાં વહેલી સવારે મોટરસાયકલને બચાવવા જતા બે બસ અથડાતા અકસ્માત થયો હતો. સદનસીબે મુસાફરોને કોઇ ઇજા થઇ ન હતી. સુરત જિલ્લાના કડોદરા થી બારડોલી જતા હાઇવે નજીક હલધરું પાટિયા વચ્ચે સવારે ૯:૦૦ વાગ્યા ના સુમારે એક બાઇક સવારની ચાલુ બાઇક બંધ પડતા સુરતથી બારડોલી જતી એસ.ટી બસ નંબર જીજે ૧૮ઝેડ ૨૫૯૮ પાછળ હોય, બાઇક સવારને બચાવવા જતા અચાનક બ્રેક મારી હતી. જેથી બસની પાછળ બીજી ઓલપાડ વ્યારા જતી એસટી બસ નંબર જીજે ૧૮ઝેડ ૩૩૦૪ બસ ઉપર કાબુ નહિ થતા બન્ને બસોનો અકસ્માત સર્જાયો હતો. બંન્ને બસો મુસાફરો ભરેલી હતી. અકસ્માત થતા જ જીવ ટાળવે ચોંટી ગયો હતો.જોકે સદનશીબે અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી ન હતી. ચમત્કારીક બચાવ થયો હતો.

હલધરૂ ગામની સીમમાં બે બસ વચ્ચે અકસ્માત.

X
Olpad - હલધરું પાસે બાઇકને બચાવવા જતાં 2 એસ.ટી બસો ભટકાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App