તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લઠ્ઠાકાંડને પગલે જિલ્લાના 13 વહીવટદારોની બદલી

લઠ્ઠાકાંડને પગલે જિલ્લાના 13 વહીવટદારોની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરેલીલઠ્ઠાકાંડની ઘટનામાં 23 વ્યક્તિના મોત નીપજ્યા બાદ આજદિન સુધી એક પીઆઈ બે જમાદારોને સસ્પેન્ડ કર્યા બાદ રેંજ આઈજી અને જિલ્લા પોલીસવડાની પણ બદલી થઈ ગઈ છે. હવે સુરત જિલ્લા પોલીસવડાએ ચાર્જ સંભાળતાની સાથે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 12 વહીવટદારોની જિલ્લા હેડક્વાર્ટર તેમજ એક ડિવિઝનના જમાદારની ઉંમરપાડા ખાતે બદલીનો હુકમ કરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વરેલી ખાતે સર્જાયેલા લઠ્ઠાડાંકાડ બાદ એક તરફ રાજ્યસરકાર ઉપરઆ લઠ્ઠાકાંડના છાંટા ઉડતાં તાત્કાલિક અસરથી રેંજ આઈજી અને જિલ્લા પોલીસવડાની બદલીના હુકમ થયા હતાં. બીજી તરફ કડોદરા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ એચ. કે. ભરવાડ અને બે જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. સુરત જિલ્લામાં નવ નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે ગતરોજ ચાર્જ સંભાળ્યો અને આજે સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 12 વહીવટદારોની હેડક્વાટર ખાતે બદલી કરી દીધી છે. જ્યારે એક સુરત ડીવાયએસપી ડિવઝનમાં ફરજ બજાવતાં હિતેન્દ્રસિંહની ઉંમરપાડા ખાતે બદલી કરી દીધી છે.

કર્મચારીની બદલી

નામહાલનું સ્થળ

હેકો,ધર્મેશ મહેદ્ર કડોદરા

પોકો, જિતેન્દ્ર મનુ કડોદરા

હેકો, સંજય ગાંડા પલસાણા

ASI કાંતિ કેશવ બારડો

હેકો શશીકાંત શિવાજી મહુવા

પોકો દશરથ બાપા મહુવા

પોકો રમેશ શંકર કામરેજ

હેકો રાજેશ છોટુ કાેસંબા પો.

હેકો કાર્તિક ઈશ્વર ઓલપાડ

પોકો અનિલ દિવાનસિંહ માંગરોળ

ASI રાજેન્દ્ર દીપચંદ કીમ

(તમામનીપોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરાઇ.)

ASIહિતેન્દ્ર રાઉલજી સુરત

(DYSPઉંમરપાડામાં બદલી)

પોલીસવડાએ બીજા દિવસે બદલીનો ગંજીપો ચીપ્યો

અન્ય સમાચારો પણ છે...