તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડના ઉમરા ખાતે ભાજપ મહિલા મોરચાનું વિશાળ સંમેલન

ઓલપાડના ઉમરા ખાતે ભાજપ મહિલા મોરચાનું વિશાળ સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના ઉમરા ગામે ભાજપ મહિલાઓના સંમેલનમાં પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાના પ્રમુખપદે યોજાયું હતું.

કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે દેશની આઝાદી પછી ૬૦ વર્ષ સુધી શાસન કરનારી કોંગ્રેસે આસમાનથી માંડી પાણી સુધી ભ્રષ્ટાચાર કર્યો છે. દેશના ત્રણ વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીએ વચેટીયાઓને દુર કરી સરકારી લાભો પ્રજાના બેંક ખાતામાં સીધા જમા કરાવતા મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારનો એકપણ ડાઘ લાગ્યો નથી. સાથે તેમણે દિકરીઓના વાલીઓએ પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત રૂ.૧૨ અને રૂ.૩૬૫નું વિમા પ્રિમિયમ બેંકમાં ભરી દિકરીઓને વિમા યોજનાનો લાભ અપાવવાની અપીલ કરી હતી.

સંમેલનમાં સાંસદ દર્શના જરદોશે પ્રથમ વખત મતદાન કરનારી દિકરીઓને મતદાનનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપતા જણાવ્યું કે દેશને વિશ્વના પ્લેટર્ફોમ ઉપર આગવી ઓળખ અપાવનારા દેશના પ્રધાનમંત્રી જ્યારે નારીઓની ચિંતા કરતા હોય,ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાવવા નારીઓ અને દિકરીઓની ભાગીદારી મહત્વની ભૂમિકા ભજવશે.આ સંમેલનમાં ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે નરેન્દ્રભાઇ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા,ત્યારથી શરૂ કરી દેશના વડાપ્રધાન બન્યા તે શાસન દરમ્યાન મહિલાઓના વિકાસ અને સશકિતકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી મહિલાઓની કદર કરવામાં મોખરે છે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલિપસિંહ રાઠોડ, સુરત શહેર મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન વગેરેએ મહિલાઓને સંબોધી પ્રોત્સાહિત કરી હતી.આ સમારોહમાં માજી ધારાસભ્ય અને પ્રદેશ કિશાન મોરચાના ઉપાંધ્યક્ષ કિરીટ પટેલ,કોર્પોરેટર ઉર્વશીબેન માળી,ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ,ઓમપ્રકાશ સહિત મહિલાઓ હાજર રહી હતી.

દેશની દિકરીઓ ફરજીયાત મતદાન કરી શકિતનો પરચો બતાવે: સાંસદ

અન્ય સમાચારો પણ છે...