• Gujarati News
  • National
  • સુડાએ ડીપી 2035 તૈયાર કરી ફરી વિવાદ છંછેડ્યો

સુડાએ ડીપી 2035 તૈયાર કરી ફરી વિવાદ છંછેડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2016માં સુડાએ 2035 વિકાસનો નકશો બંધારણીય કાયદાનું ઉલ્લંઘન કરી સ્થાપિત હિતોને ફાયદો કરાવવા તૈયાર કર્યો હોવાની ચર્ચાનું ભૂત ફરી ધૂણ્યું હતું. ખેડૂતોનું અહિત થાય રીતે નકશો તૈયાર કર્યાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. સુડાની ખેડૂત વિરોધી કામગીરીનો ખેડૂત સમાજે વિરોધ કરતાં સરકારે અંતે નમતું જોખ્યું હતું. ખેડૂતોના હિતોનો નિર્ણય લેવાની વાત કરી પણ હાલ ફરી વાર સુડાએ ખેડૂતોનું અહિત થાય રીતનો નવો ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરતા સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી ગઈ છે.

સરકારે ગામડાંઓનો વિકાસ કરવાની વાતે શહેરી વિકાસ સત્તામંડળનું વિસ્તરણ કરી સુડામાં ઓલપાડ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ કર્યો છે. તાલુકાના ખેડૂતો સાથે મોટો અન્યાય કરવાની સાથે ખેડૂત સમાજે સરકાર સામે લડત ઉપાડતાં સુડા સામે ઊભા થયેલા વિરોધ વચ્ચે સરકાર દ્વારા તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. સુડાના વિકાસ નકશામાંથી ખેડૂત સમાજે એક ચોંકાવનારી માહિતી પકડી પાડી હતી. જેમાં સરકાર ખાનગી કંપની સાથેની સાંઠગાંઠમાં ઓલપાડ તાલુકાના મધ્યેનાં ગામોમાંથી રેલવે કોરીડોરની લાઈન નાંખવા સહિત શહેરના ઉદ્યોગોને ગામડાંઓમાં લાવવા સાથે કાંઠાના દરિયાકિનારાનાં...અનુ. પાના ન.2

ગામોમાં કેમિકલ ફેક્ટરીઓ નાંખવા ખેડૂતોની મહામૂલી જમીન પડાવી લેવાનો કારસો ઘડી ચૂકી હતી.

ગામડાઓનો વિકાસ કરવાની વાતે સુડામાં ઓલપાડ તાલુકાનાં અનેક ગામોનો સમાવેશ કરાયો છે. આટલું નહીં પણ સુડાનું હદ વિસ્તરણ થયું ત્યારથી ખેડૂતોએ વિરોધ કર્યો હતો છતાં સરકારે ઉપરવટ જઇને સુડાનો વિકાસ પ્લાન બનાવી ગામડાંઓમાં ખોટાં રીઝર્વેશન મૂકી ગામડાઓનો નાશ કરવા જેવું કર્યું હતું. ત્યારે આટલું નહીં હોઈ ત્યાં સુડાના વિકાસ નકશામાં થયેલા રીઝર્વેશનનો અભ્યાસ કરીને ખેડૂત સમાજે સરકારની સુડાની આડમાં ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવા જેવી ઘડેલી ચાલનો પર્દાફાશ કર્યો હતો.

ખેડૂતોએ વિરોધ નોંધાવતાં અંતે સરકારે 54 ગામોને સુડામાંથી બાકાત કરવા સાથે ઓલપાડ તાલુકાનાં ગામોમાં કરાયેલા ઇન્ડસ્ટ્રિયલ રિઝર્વેશન હટાવવાની વાત કરી હતી. બાદમાં ફરીવાર હાલના તબક્કે સુડાએ એક નવો ડેવલોપમેન્ટ પ્લાન બનાવ્યો છે, જેમાં 2016માં પ્રથમ વખત તૈયાર કરેલા પ્લાન મુજબનું ઈન્ડસ્ટ્રિયલ રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. ત્યારે આના પરથી સરકાર દ્વારા ખેડૂતોને મૂર્ખ બનાવાયાનું સાબિત થયું છે. આટલું નહીં પણ ખેડૂત સમાજને મળેલો નવો નકશો સુડાના અધિકારીઓએ ડિસ્ટ્રિક્ટ અને મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના પાછલે બારણે તૈયાર કરતાં કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ અપમાન કરવા જેવું કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એક્ટ ૨૦૦૮’ અને ‘મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી એક્ટ ૨૦૦૮’ મુજબ કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિકાસલક્ષી કામગીરી કરી શકે ત્યારે રીતે વિકાસ નકશો કરી સુડાએ અધિકારરાજ ચાલી રહ્યું હોવાનું સાબિત કર્યું છે.

સુડા દ્વારા તૈયાર કરવામાં આવેલો 2035 વિકાસના નકશાની નકલ.

સુડાના રિઝર્વેશનથી ગામડાઓનો વિકાસ નહી પણ ભારે વિનાશ થશે અને ખેડૂતોને અન્યાય

^સુડાનુંહદ વિસ્તરણ કરતા નવા 196 ગામોનો સમાવેશ કરવા સાથે 1,35,100 હેક્ટર ખેતીલાયક જમીનનું અર્બનાઈઝેશન થવા જઈ રહ્યું છે. અંદાજિત 4.75 લાખ વીઘાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં વાર્ષિક 2 હજાર કરોડથી વધુનું ઉત્પાદન થતું આવ્યું છે, ત્યારે અહીં ઉદ્યોગીકરણ થવાથી ખેતીના ઉત્પાદન પર ગંભીર અસર થશે. ગામોમાં હાલ 55 લાખની માનવ વસ્તી છે, જે 2035 સુધીમાં 1 કરોડથી વધુ થાય તેમ છે ત્યારે 1 કરોડ લોકોને પ્રાથમિક સુવિધા આપવી મુશ્કેલ બનશે ત્યારે સરકાર અધિકારીઓ સાથેની મીલીભગતમાં બે મોંઢાંની વાત કરી ખેડૂતો સાથે અન્યાય કરી ગામડાનો વિકાસ નહીં પણ વિનાશ કરશે. > જયેશપટેલ, ગુજરાતખેડૂત સમાજ

ડિસ્ટ્રિક્ટ અને મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના પાછલે બારણે નવો નકશો તૈયાર

અન્ય સમાચારો પણ છે...