• Gujarati News
  • સાંધીયેરમાં સર્વરોગ નિદાન કેમ્પ

સાંધીયેરમાં સર્વરોગ નિદાન કેમ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા |ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે સુરતના લાઈફ મિશન કેન્દ્ર, ઓલપાડ તાલુકા ગ્રામ પંચાયત પરિષદ અને રોટરી આઈ કલબ ઈન્સ્ટીટ્યુટના સંયુક્ત ઉપક્રમે સંયોગ ટ્રસ્ટના પ્રમુખ કે. ડી.વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પમાં જુદાજુદા રોગોના 380 જેટલા દર્દીઓએ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો. આગામી દિવસોમાં રોટરી કલબ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાશેની જાહેરાત કરતાં સાંધિયેર વિસ્તારના કુલ 215 આંખ તપાસના દર્દિઓ પૈકી 15 દર્દીઓને મોતિયાના ઓપરેશનનો લાભ મળશે. પ્રસંગે મહાનુભવો દ્વારા લાઈફ મિશન કેન્દ્ર સુરત દ્વારા આદિવાસીઓને ગરમ ધાબળા તથા મહિલાઓને મફત સાડીનું વિતરણ કરાયું હતું.