તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓલપાડ કંપનીમાં પોલ્યુશન બોર્ડની તપાસ

ઓલપાડ કંપનીમાં પોલ્યુશન બોર્ડની તપાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડમાંઆવેલી સાઈનાઈડ કંપની ઘણા સમયથી વિવાદોમાં છે. પ્રદૂષણ મામલે ઘણા સમયથી ખેડૂત સમાજ અને ગ્રામજનો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મંગળવારે જી.પી.સી.બી રેડ પાડી હતી.

ઓલપાડ ખાતે આવેલી સાઈનાઈડ કંપના વિસ્તરણ કાર્યની કામગીરી સામે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. વિરોધમાં ખેડૂત સમાજ અને ગ્રામજનો રેલી ધરણા અને આવેદન જેવા કાર્યક્રમો આપ્યા છે. ત્યારે આગામી 22 મી વિશાળ વાહન રેલીનું આયોજન કરી ખેડૂત સમાજ આંદોલનને બધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ થશે. ત્યારે જી.પી.સી.બી. પણ કંપની સામે આકરા પગલાં લેવાની તૈયારી કરી રહી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ ઓલપાડ સાઈનાઈડ કંપનીમા રેડ કરી હતી જેમા સાઈનાઈડ કંપનીમાંથી પાણીના સેમ્પલ લીધા હોવાની માહિતી સાંપડી છે. બાબતે જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કહ્યું કે મંગળવારના રોજ સાઈનાઈડ કંપનીમા જી.પી.સી.બી.ની ટીમે રેડ કરી હતી જેમા કંપનીનું પાણીના સેમ્પલ તપાસ અર્થે લઈ ગયા છે ત્યારે રિપોર્ટની આપણે રાહ જોવી પડશે.