તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુરત જિ. પોલીસ સલાહકાર સમિતિના સભ્યોની નિમણૂક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જિ. પોલીસ સલાહકાર સમિતિના સભ્યોની નિમણૂક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાગૃહ વિભાગ દ્વારા સુરત જિલ્લામાં પોલીસ સલાહકાર સમિતિ જિલ્લાના 9 લોકોની બિન સરકારી સભ્યો પદે નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ગત 17મી જુનના રોજ સુરત જિલ્લા માટેની પોલીસ સલાહકાર સમિતિ ની માટે સરકારી અને બિન સરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સાંસદ, ધારાસભ્ય સિવાયના બિન સરકારી સભ્યો તેમના હોદા બે વર્ષ સુધી અથવા સમિતિની પુન રચના થાય તેજ બે માંથી જે વહેલુ હોય ત્યા સુધી ધારણ કરશે.

જયારે સાંસદ,ઘારાસભ્ય પોતાના હોદાની મુદત સુધી બિન સરકારી સભ્ય તરીકે નિમણુક પામશે. જેમાં સુરત જિલ્લામાં બિનસરકારી સભ્ય તરીકે કામરેજ ગામના માજી તાલુકા પંચાયત સભ્ય અને સમાજીક અગ્રણી યુવાન એવા મનિષ રામુભાઈ આહિર, સુરેન્દ્રસિંહ અભેસિંહ દેવધરા (રહે-વડોલી તા-ઓલપાડ), મહેન્દ્રસિંહ દોલતસિંહ વાઘેલા (રહે-અવઘુતનગર તરસાડી તા-માંગરોલ), બાબુભાઈ નરોત્તમભાઈ પટેલ (રહે-માંછી સાદડા તા-મહુવા), કાનાભાઈ બાલુભાઈ વસાવા (રહે-લીંડીયાત તા-માંગરોલ), તૃષાબહેન ભાસ્કરભાઈ પંડયા (રહે-બારડોલી), નીતાબહેન રણજીતંસિંહ ખેર (રહે-માંડવી), મહેન્દ્રભાઈ ઘીરૂભાઈ દેસાઈ (રહે-ચલથાણ તા-પલસાણા) અને વિનોદભાઈ વનાભાઈ ચૌઘરી (રહે-કલમકુવા તા-માંડવી)ની નિમણુક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો