તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓલપાડમાં ઊભેલા કન્ટેનર સાથે ટેમ્પો અથડાતાં ખેડૂત યુવકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડમાં ઊભેલા કન્ટેનર સાથે ટેમ્પો અથડાતાં ખેડૂત યુવકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ-કીમ માર્ગ ઉપર રાજનગર (મહમદપોર) ગામના નજીક રોડ સાઈડ પર ઉભેલા એક કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોની કેબિનમાં બેઠેલા હાંસોટના એક યુવાનનું કરૂણ મોત થયું હતું. જ્યારે ટેમ્પો ચાલક સહિત અન્ય એક ખેડૂતને ઇજા થતાં બંનેને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઓલપાડ કીમ રોડ ઉપર રાજનગર (મહમદપોર) ગામ નજીક એક કન્ટેનર (જી.જે - 05 એટી -0626) રોડ સાઈડ ઉપર ઉભેલ હતું. તે દરમિયાન ટેમ્પા (જી.જે -05 યુયુ-3239) ચાલક સુરત સરદાર શાકભાજી માર્કેટમાં શાકભાજીના પોટલાં ખાલી કરીને હાંસોટ તરફ જઇ રહ્યા હતા. ત્યારે રાજનગરગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ટેમ્પો રોડ સાઈડ પર ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતાં ટેમ્પાની કેબિનમાં બેઠેલા ભરતભાઈ મોહનભાઇ પટેલ(રહે. ધમરાડ , તા.હાસોંટ)ને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. જ્યારે ટેમ્પા ચાલક ચંદ્રેશભાઈ પટેલ (રહે. ધમરાડ, તા. હાંસોટ) તથા ગણપત પ્રજાપતિને શરીરે ઇજા થતાં સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતાં ઘટના સ્થળે પહોચી વધુ તપાસ એ.એસ.આઈ મનહરભાઈ પરમાર કરી રહ્યા છે.

સુરત શાકભાજી ખાલી કરી હાસોંટ આવતા અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો