• Gujarati News
  • કાર ગરનાળાની રેલિંગ સાથે અથડાતા ડ્રાઇવરનુ મોત

કાર ગરનાળાની રેલિંગ સાથે અથડાતા ડ્રાઇવરનુ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ- કીમ રાજ્ય ધોરી માર્ગ પર આંધી ગામની સીમમાં સર્જાયેલ કાર અકસ્માતમાં સુરતના રાંદેર ઉગતના રહીશ અને અંકલેશ્વરની એક શાળાના આચાર્ય વિવેક વ્યાસનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. ઉગત - ભેસાણ રોડ પર આવેલ આનંદ વિલા. આઈ - 502 માં રહેતા વિવેક વ્યાસ અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે આજરોજ વહેલી સવારે તેમની ટાટા ઇન્ડિકા કાર (GJ - 05 - CG - 4370) હંકારી અંકલેશ્વર જવા નીકળ્યા હતા.

તે દરમ્યાન ઓલપાડ - કીમ સ્ટેટ હાઈવે પર આંધી ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે પોતાની કાર ગરનાળાન રેલિંગ સાથે જોરદાર ભટકાઈ હતી જેમા વિવેક વ્યાસને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કરુણ મોત થયુ હતુ. બનાવ અંગે ઓલપાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.