• Gujarati News
  • ભારે પવનમાં ઓલપાડ કીમ રોડ પર વૃક્ષ અન્ય વૃક્ષ પર ઢળી પડ્યું

ભારે પવનમાં ઓલપાડ-કીમ રોડ પર વૃક્ષ અન્ય વૃક્ષ પર ઢળી પડ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી પવન સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે દિવસે પણ પવનનું જોર વધતા અનેક જગ્યાએ વૃક્ષ પડવાના બનાવો બન્યા છે ત્યારે ગત રોજ પણ ઓલપાડ કીમ રોડ પર ટકારમા ચોકડી નજીક એક વૃક્ષ મુખ્ય માર્ગ પર પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી ત્યારબાદ જંગલ ખાતાના અધિકારીઓ આવી વૃક્ષને હટાવવાનું કામ કર્યુ હતુ.

માર્ગ ખુલ્લો થયો હતો પરંતુ ફરી પવનનુ જોર વધતા આજે પણ સાંજના સમયે ઓલપાડ કીમ રોડ પર ટકારમા ચોકડી મુખ્ય માર્ગ પાસે એક નીલગીરીનુ ઘટાદાર ઝાડ તેજ પવન વચ્ચે પડી જતા અન્ય એક આંબલીના ઝાડ પર પડ્યુ હતુ ત્યારે મુખ્ય માર્ગ પર ઝાડ અદ્ધર રહેતા મોટા વાહનો માટે પસાર થવું પડ્યુ હતુ તો નાના વાહનો જોખમી ઝાડ નીચેથી પસાર થવાની નોબત આવી હતી ત્યારે ઓલપાડ કીમ તરફનો બંને બાજુનો વાહનોને પસાર થવામાં તકલીફ ઊભી થઈ હતી. જ્યારે મોટા સાધનોએ પોતાનું વાહન સાઈડ પર પાર્કિંગ કરવુ પડ્યુ હતુ. ત્યારે વૃક્ષ જો માર્ગ પર પડે તો માર્ગ પડે તો નવાઈ નહિ.