• Gujarati News
  • National
  • સમગ્ર જિલ્લામાં મેઘાની મહેર છૂટાછવાયા ઝાપટા પડતા રહ્યા

સમગ્ર જિલ્લામાં મેઘાની મહેર છૂટાછવાયા ઝાપટા પડતા રહ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લામાં મેઘરાજા મંગળવારે પણ મનમુકીને વરસ્યા હતાં. ઉંમરપાડા તાલુકામાં સતત મેઘરાજાની મહેર જોવા મળી હતી. સવારથી રાત્રિ દરમિયાન ચૌદ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. પરિણામે આકાશી ખેતી કરતાં ખેડૂતોએ આનંદ અનુભવી રહ્યાં છે.

મેઘરાજાએ અચાનક વિરામ બાદ સતત મેઘમહેર વર્ષાવી રહ્યાં છે. સુરત જિલ્લામાં ખેડૂતો વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ડર અનુભવી રહ્યાં હતાં. દશેક દિવસ વરસાદ આવે તો ડાંગરનું ધરુ પણ નષ્ટ થવાની આશંકા સેવાઈ હતી. પરંતુ અચાનક મેઘરાજાએ રીસામણા છોડ મનમુકીને વરસવાનુ શરૂ કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

મંગળવારે મેઘરાજા જિલ્લામાં મહેર જોવા મળી હતી. સુરત ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ ઉંમરપાડા તાલુકામાં ફરી સવારે 6.00થી 8.00 વાગ્યા સુધી સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. બારડોલી 08 મિમી, ચોર્યાસી 03 મિમી, કામરેજ 44 મિમી,મહુવા 23 મિમી, માંડવી 16 મિમી, માંગરોળ 20 મિમી ઓલપાડમાં છુટાછવાયા ઝાપટા, પલસાણા 07 મિમી, ઉમરપાડા 118 મિમી, વરસાદ નોંધાયો હતો. સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી મહેર જારી રહેતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. શેરડીમાં પડેલો રોગ પણ વરસાદના કારણે કાબૂમાં આવી જશે તેવી આશા શેરડી પકવતા ખેડૂતો કરી રહ્યાં છે. વરસાદ કાચું સોનું હોવાનું કેટલાક ખેડૂતો જણાવી રહ્યાં છે.

સૌથી ઓછો વરસાદ ઓલપાડ-પલસાણામાં રહ્યો

અન્ય સમાચારો પણ છે...