તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓલપાડ ધારાસભ્યે વિવિધ પ્રશ્નોની સંકલનમાં રજૂઆત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડ ધારાસભ્યે વિવિધ પ્રશ્નોની સંકલનમાં રજૂઆત કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતજિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની શનિવારે કલેક્ટર મહેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને મળેલ મિટિંગમાં ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે તાલુકાના મહત્વના પ્રશ્નોની રજુઆત કરી સત્વરે તેનો નિર્ણય લાવવા માંગ કરી હતી.

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગમાં ધારાસભ્ય મુકેશ પટેલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતાં જણાવ્યુ હતું કે, ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીની ખાર ખરાબાવારી સરકારી જમીનોમાં સરકારના મત્સ્ય ઉદ્યોગ દ્વારા સ્થાનિક તંત્રને નેજા હેઠળ જ્યારે પણ જિંગા ઉદ્યોગ માટે સરકારી જમીન ફાળવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકોને તેનો લાભ મળતો નથી જેથી જિંગા ઉદ્યોગ માટે સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં સ્થાનિક ઉમેદવારોને પ્રાયોરિટી મળે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવા રજુઆત કરી હતી. જ્યારે તાલુકાનાં દિહેણગામે સને 2015 ની સાલમાં ઑ.એન.જી.સી ના વેલમાં લાગેલી આગને કાબુમાં લેવા કંપની દ્વારા કેમીકલનો ઉપયોગ કરવામાં આવતા તેનો ઝેરી રજકણોથી ખેડૂતોના ખેતપાકને નુકશાન થયેલું હતું. મામલે કંપનીએ માત્ર 500 મીટર ની હદમાં આવેલ ખેડૂતોને નુકશાન ચૂકવેલ છે. જ્યારે બાકીના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની રજુઆત કરતાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને વળતર ચૂકવવા સૂચના આપી હતી. જ્યારે તાલુકાનાં કુંકણી ગામની સીમમાં ફાઉંન્ટન હેડ સ્કૂલ દ્વારા સ્કૂલના સેનિટેશનના પ્રદુષિત પાણીની ગટર લાઇનની બાજુમાંથી પીવાના પાણીની પાઇપ લાઇન પસાર થતી હોવાથી, જો દૂષિત પાણી પીવાના પાણીની પાઇપ લાઇનમાં મિશ્રિત થાય તો લોકોનું આરોગ્ય જોખમાય તેવી દહેશત સેવી તાકીદે યોગ્ય કાર્યવાહી કરાવવા રજુઆત કરી હતી. જેના પગલે કલેકટરે ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમક્ષા કરવા સ્કૂલની જાત મુલાકાત કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો