તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાંસદે મિનરલ વોટર માટે 36 ગામોને ફાળવેલી કરોડોની ગ્રાન્ટ ‘પાણીમાં’ ને પ્લાન્ટ કોઢારમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદે મિનરલ વોટર માટે 36 ગામોને ફાળવેલી કરોડોની ગ્રાન્ટ ‘પાણીમાં’ ને પ્લાન્ટ કોઢારમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાસાંસદના મત વિસ્તાર એવા ઓલપાડ તાલુકાના 36 ગામોમાં મિનરલ વોટર પૂરું પાડવા સાંસદની ગ્રાન્ટમાંથી પાણી પુરવઠા વિભાગની વાસ્મો યોજના હેઠળ 1 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે પ્લાન આપવાની કામગીરી થઈ હતી. સરકારી ચોપડે તો પ્લાન્ટ કાર્યરત કરી દેવાયા હોવાનું પણ બતાવી દેવાયું છે. જો કે, નઘરોળ તંત્રના પાપે વાસ્તવિકતા છે કે કેટલાક પ્લાન્ટ ચાલતાં નથી, કેટલાક ધૂળ ખાય છે તો કેટલાક તો કોઢારમાં સડી રહ્યા છે.

સાંસદ દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી વર્ષ 2010થી 2015 સુધીમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વાસ્મો યોજના અંતર્ગત ઓલપાડ તાલુકાની કુલ 36 ગ્રામ પંચાયતોને મિનરલ વોટર પ્લાન્ટ આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જો કે, અધિકારીઓ, સરપંચો અને એજન્સીએ ધડાધડ પ્લાન્ટ તો ફિટ કરી દીધા હતા પણ મેઇન્ટેન્સના વાંકે હાલમાં આખી યોજનાનો લાભ ભાગ્યે કોઈ ગામને મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે બાબતે વિગતવાર તપાસ કરતાં વાસ્મો યોજનામાં ધરાતલની કામગીરી સદંતર નિષ્ફળ નિવડેલી પુરવાર થઈ છે.

મોર પ્લાન્ટ અસ્તવ્યસ્ત મોરપંચાયતના ગોડાઉનમાં પ્લાન્ટ અસ્તવ્યસ્ત છે.

આવી ગંભીર બાબતે સુરતના સાંસદ દર્શન જરદોશનો પક્ષ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ ઘણાં ફોન કર્યા. પરંતુ તેમણે એક પણ કોલ રિસીવ કર્યો હતો. કરોડોની ગ્રાન્ટનો રીતે દુરુપયોગ થઈ રહ્યો હોય ત્યારે એક જવાબદાર લોકનેતા તરીકે આવું વલણ આશ્ચર્યજનક લાગ્યું હતું.

સાંસદ દર્શના જરદોશે કોલ રિસીવ નહીં કર્યા!

કેટલાક પ્લાન્ટ ચાલતા નથી, કેટલાક ધૂળ ખાય છે તો કેટલાક તો કોઢારમાં સડી રહ્યા છે

ભાદોલ ગામેબંધ હાલતમાં

ભાદોલગામે પણ એક ઓરડામાં બંધ હાલતમાં પ્લાન્ટ કાટ ખાઈ રહ્યો છે અને મશીનરી તૂટી ગઈ છે.

દેલાસા, કુંભારી ધૂળ ખાઈ છે

દેલાસાઅને કુંભારી ગામના કમ્યુનિટી હોલમાં પણ પ્લાન્ટ્સ ધૂળ ખાઈ રહ્યા છે.

મિરઝાપોરમાં પ્લાન્ટ ભંગાર

પંચાયતનેઅપાયેલો પ્લાન્ટ તો માજી સરપંચને ત્યાં કોઢારમાં ભંગાર હાલતમાં સડી રહ્યો છે, જેની મશીનરી પણ ચોરાઈ ગઈ છે.

ગામોમાં રૂ. 1.12 કરોડનું આંધણ કરાયું

વાસ્મોયોજના અંતર્ગત વર્ષ 2010 થી 2015 સુધીમાં ઓલપાડ તાલુકાના ઉમરાછી, અસનાડ, વડોલી, હાથીસા, મુરદ, સિવાણ, મીરઝાપોર, કમરોલી, સોન્દલાખારા, એરથાણ, મંદરોઈ, પારડી ભાદોલી, ગોથાણ, વિહારા, પરીયા, દેલાડ, ઓભલા, કાછબ, નઘોઈ, કોસમ, માસમા, ભાંડુત, ટૂંડા, ખલીપોર, વેલુક, જીણોદ, ટકારમાં, સરસ, મોર, મીંઢી, વડોદ, અછારન, કદરામાં, ઈશાનપોર, અંભેટા, અરિયાના, ગામો મળી 11222150 રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે. ગ્રામ પંચાયતોને 3,33,400થી લઈને 6,63,800 સુધીની રકમ ફાળવવામાં આવી હતી.

પ્લાન્ટકાર્યરત કરાવવાની અધિકારીઓની જવાબદારી

સાંસદનીગ્રાન્ટમાંથી મિનરલ વોટર પ્લાન્ટ ફાળવવા સૌપ્રથમ પંચાયતે સામાન્ય સભાના ઠરાવો કરી પાણી પુરવઠા ખાતાને આપવાના હોય છે, ત્યારબાદ પંચાયત માટે રકમની ફાળવણી થતાં ટેન્ડર પ્રક્રિયાથી પ્લાન ખરીદી પ્લાન્ટ લોક ઉપયોગી બને ત્યાં સુધીની તમામ કામગીરીનું વાસ્મો યોજનાના અધિકારીઓ મોનિટરિંગ કરે છે.

અધિકારીઓ, સરપંચો અને એજન્સીએ પ્લાન્ટ ફિટ તો કરી દીધા પણ મેન્ટેનેન્સના વાંકે વાસ્મો યોજના ધરાતલ પર સદંતર નિષ્ફળ

પૈસાનું પાણી | ઓલપાડનાં ગામો માટે સાંસદની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પણ તંત્રના પાપે લોકો મિનરલ પાણીથી વંચિત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો