• Gujarati News
  • National
  • સાંધીએર ગામની ચાર સહકારી મંડળીઓની વાર્ષિક સભા યોજાઇ

સાંધીએર ગામની ચાર સહકારી મંડળીઓની વાર્ષિક સભા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના સાંધીએર ગામની ચાર સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભાઓ મળતા ઉપસ્થિત સભાસદોએ એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજુર કર્યા હતા.

વિગત મુજબ ૪૮૩ સભાસદોથી કાર્યરત સાંધીએર દુધ ઉત્પાદક સહકારી મંડળીની ૨૨ મી વાર્ષિક સામાન્ય.સભા બાબુભાઇ અંબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.સભામાં દુધ મંડળીનાં ચેરમેન બાલુભાઇ પટેલે અહેવાલ તથા હિસાબોનું વાંચન કરતા જણાવ્યું કે મંડળીએ રૂ.૧૬.૬૩ લાખનાં પશુ આહારનું વેચાણ કરી ૧.૧૮ લાખ લિટર દુધ એકત્ર કર્યુ હતી.દુધ મંડળીના મેનેજર ભાવિન પટેલે ઓટીડ પેરાનું વાંચન કરતા તેને મંજુર કરાયા હતા.જ્યારે ત્રીજા રાઉન્ડમાં ૭૩૦ સભાસદોવાળી સેવા સહકારી મંડળીની ૪૪ મી વા.સા.સભા કાંઠા સુગરના વાઇસ ચેરમેન બાલુભાઇ કે.પટેલના અધ્યક્ષસ્થાને મળતા તેમણે મંડળીની બોર્ડના પારદર્શક વહીવટની પ્રસંશા કરી હતી.જ્યારે મંડળીના પ્રમુખ અરૂણ પટેલે જણાવ્યું કે રૂ.૩૪.૨૧ લાખના શેર રોકાણમાં રૂ.૬.૮૧ લાખ ડિવીડન્ડ અને રૂ.૨૪.૧૯ લાખ વ્યાજ આવક સાથે મંડળીએ હિસાબી વર્ષમાં ૧.૮૨ કરોડનું ખાતર વેચાણ,૨.૭૦ લાખ ન્યુઝ પેપર,૧૧.૪૧ લાખ દવા, ૨૦.૮૪ લાખ નોન રેશનીંગ વેચાણ કરી જરૂરી ફંડોની જાગવાઇ બાદ ૯૦ હજાર નફો કરેલ છે.જ્યારે મંડળીના મેનેજર ધર્મેશ પટેલે ગત વર્ષની સા.સભાના ઠરાવો તથા ઓડીટ પેરાનું વાંચન કરતા સર્વાનુમતે મંજુર કરાયા હતા.ચોથા રાઉન્ડમાં ૨૯૯ સભાસદોથી કાર્યરત ધી પિયત સહકારી મંડળીની ૧૮ મી તથા ગ્રામ વિકાસ સમિતિની ૨૫ મી વા.સા.સભા સાંધીએર હાઇસ્કૂલના માનદ્‌મંત્રી જગદીશ પટેલના અધ્યક્ષસ્થાને મળતા તેમણે કોઇપણ પ્રશ્નના નિરાકરણ માટે મંડળીનું ધ્યાન દોરવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...