• Gujarati News
  • National
  • દાંડી ગ્રામ પંચાયતની બોગસ લેટરપેડ કેસમાં બીજા ભેજાબાજોની પણ ભૂમિકા

દાંડી ગ્રામ પંચાયતની બોગસ લેટરપેડ કેસમાં બીજા ભેજાબાજોની પણ ભૂમિકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના દાંડી ગામના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને તલાટી કમમંત્રીની બોગસ લેટરપેડો બનાવી દાંડી ગામે આવેલ બ્લોકનં 11 સરવે નં 10 વાળી સરકારી જમીનને ભાડા પેટે લેવા માટે 26-10-2015ના રોજ થયેલા ઠરાવની સાથે ચેડા કરી 18-1-2016ની તારીખ વાળા બોગસ સંમતીવાળો ઠરાવ બનાવવા પ્રકરણમાં ગ્રામપંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીની સૂચનાના અનુસંધાનમાં જિંગા તળાવ ભાડે લેવા માટે અરજી કરનાર સ્મીત એક્વા કલ્ચર પ્રા. લિ.ના પ્રોપરાયટર સ્મીતાબહેન કિશોરભાઈ પટેલ વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ઘટનામાં તલસ્પર્શી તપાશ થાયતો અનેક ચોંકાવનારી માહિતી બહાર આવે તેમ છે.

સ્મીત એક્વા કલ્ચર પ્રા. લિ.ના પ્રોપરાઈટર સ્મીતાબહેન કિશોરભાઈ પટેલ (રહે. શ્રીજી નગર કો.ઓ. હા. સોસાયટી ઉગત, જહાંગીરપુરા સુરત)નાઓએ દાંડી ગામે આવેલ બ્લોક નં 11 સરવેનં 10 વાળી સરકારી જમીન જેનું ક્ષેત્રફળ 220-38-42 હે. આરે. ચોમી. વાળી સરકારી જમીન જિંગા ઉછેળવા તથા મચ્છી ઉદ્યોગ માટે ભાડા પત્તે માંગતા તારીખ 26-10-2015ના રોજ દાંડી ગ્રામ પંચાયતમાં થયેલ સામાન્ય સભામાં તથા 7-1-2016ના રોજ ગ્રામ સભામાં વિરોધનો ઠરાવ કરાયો હોઈ ત્યારે જીંગા તળાવ માટે યેનકેન પ્રકારે સરકારી જમીન મેળવવા સ્મિતા પટેલ દ્વારા દાંડી ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ અમથાભાઈ ખલાસી નાઓના બે લેટરપેડ ઉપર સ્થાનિક ગ્રામપંચાયતની સંમતીના ઠરાવ 18-1-2016ની તારીખવાળા ખોટા ઠરાવ બનાવવા સાથે ઉપસરપંચ મેણીલાલ દેવાલાલ નાઈક નાઓની પણ બોગસ સહી તેમજ બીજા લેટરપેડ ઉપર તલાટી કમ મંત્રી દાંડીના ખોટી સહી સિક્કાવાળા બોગસ સંમતીના ઠરાવો બનાવીને સરકારી ખાતામાં રજૂ કરી ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ. ત્યારે સરકારી જમીન જીંગા તળાવ માટે મેળવવા આટલી હદે સરકારી દફ્તરો ખોટા બનાવવા સાથે તલાટી, સરપંચ, અને ડેપ્યુટી સરપંચના ખોટા સહી સિક્કા કરવાની બાબતે એક મહિલા દ્વારા આખું કૌભાંડ કરવું શક્યનથી ત્યારે રાજકીય દબાણ બાદ અંતે ઓલપાડ પોલીસમાં સ્મિતા પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાશ કરવામાં આવેતો સ્મિતાના નામે તેની સાથે મળીને ગંભીર પ્રકારનો ગુનો કરનાર અન્ય ભેજાબાજોના નામ ખુલે તેમ છે.

નોંધનીય બાબત મુજબ પંચાયતની અને બીજા અન્ય ખાતાકીય કામગીરી બાબતે મહિલા આટલીબધી માહિતી જાણતી હોવાનું પણ શક્ય નથી આરીતે કરવામાં પંચાયત સહિત અન્ય સરકારી કામગીરીનો જાણકાર રીતની ઘટનાને અંજામ આપી શકે તેમ છે.

સ્મિતા પટેલને પોલીસ શોધી રહી છે

^સરપંચ,તલાટી અને ઉપ સરપંચની ખોટી સહી, સિક્કા કરી ખોટા ઠરાવો બનાવી સરકારી જમીન મેળવવાનું કૌભાંડ કરનાર સ્મિત એક્વા ની મલિક સ્મિતા પટેલ વિરૂદ્ધ ગુન્હો નોંધાયા બાદ તેને પકડીપાડવા પોલીસે તપાશ હાથધરી છે પણ સ્મિતા પોલીસને હાથલાગી નથી આટલુંજ નહીં પણ ગુન્હા બાબતે પોલીસ અન્ય પૂરાવાઓ પણ એકઠા કરી રહી છે. > એલ.જી.ગામીત,ઓલપાડપી.એસ.આઈ

બોગસ લેટરપેડની તસવીર

ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબ બાબતે પણ તપાસ કરવાની લોકમાંગ ઉઠી

પંચાયતના ખોટા ઠરાવો લખવાનું કામ સ્મિતા પટેલ દ્વારા એકલા હાથે કરવું શક્ય નથી

અન્ય સમાચારો પણ છે...