તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડની પ્રા.શાળાઓમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઈ

ઓલપાડની પ્રા.શાળાઓમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમા ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે તાલુકાનાં બી. આર. સી. કો. ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે સૌને સંદેશો પાઠવતા જણાવ્યુ હતું ગુરૂ એટ્લે જેની અંદર જ્ઞાન,કર્મ અને ભક્તિયોગનો સુમેળ હોય જેને યાદ કરવાથી શિષ્યને શાંતિ મળે. જેના દર્શન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. જેના સંભાષણ અને મૌનથી શિષ્યોની શંકાઓનું સમાધાન થઈ જાય તેમજ શિષ્યની સાથે ફકત શિષ્યના હિત માટે સંબંધ રાખે. તેનું હાસ્ય અને દર્ષ્ટિ અધ્યાત્મ માર્ગમાં આવતા વિઘ્નને દૂર કરે, જેનું એકમાત્ર લક્ષ્ય હોય કે શિષ્યને પ્રભુપ્રાપ્તિ કરાવવી છે. અંતે શિષ્યની અંદર સત્યની ખોજ કરાવે તે ગુરૂ છે.

અન્ય સમાચારો પણ છે...