તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘સરકારને ગેરમાર્ગે દોરી ડિસ્ટ્રિક્ટ મેટ્રો પોલિટન કમિટીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરા

‘સરકારને ગેરમાર્ગે દોરી ડિસ્ટ્રિક્ટ-મેટ્રો પોલિટન કમિટીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુડાનાહદ વિસ્તરણથી ઉભી થયેલી લડતને ખેડૂત સમાજે હાઇકોર્ટમાં પડકારતા અંતે હાઇકોર્ટના હુકમને પગલે સરકાર અંતે મેટ્રો અને ડિસ્ટ્રીક્ટ પોલિટિન કમિટી બનવવા કામગીરી હાથ ધરી છે. ત્યારે કમિટી બનાવવા માટે ચૂંટણી કરવી પડતી હોઈ છે. ત્યારે સરકારે ચૂંટણીનું જાહેરાત કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં પણ અનેક પ્રકારે ખોટું કરવા સાથે કમિટીની ખોટી રીતે ચૂંટણી કરવાની ગંભીર બાબત બહાર આવતા ખેડૂત સમાજે કમિટીની ચૂંટણી ના જાહેરનામાનો વિરોધ કર્યો છે.

બંધારણીય કાયદાની કલમ 243 ઝેડ.ડી અને 243 ઝેડ.ઈ માં સુધારો કરી ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો પ્લાનિંગ કમિટીઓ બનાવવા માટે કાયદો ઘડાયો કાયદામાં સુધારો કરવા પાછળનોનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ સ્વરાજ પંચાયતીરાજ મજબૂત કરવાનો હતો. ત્યારે ગ્રામ સ્વરાજમાં ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી પ્લાનિંગ કરી વિકાસલક્ષી કામગીરી કરવાની હોઈ છે. ત્યારે હાલના તબક્કે બનવા જઈ રહેલી ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો પ્લાનિંગ કમિટીમાંથી મહત્વનો પાયો ગણાતી ગ્રામ પંચાયતોને બાકાત કરવાનો કારસો ઘડી માત્ર જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓનો સમાવેશ કરાયો છે. આટલું નહીં પણ સચિન નગર પાલિકા જેનો ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો એમ બંને પ્લાનિંગ કમિટીમાં સમાવેશ કરાયો છે. જ્યારે બહાર આવેલી ચોંકાવનારી બાબત મુજબ સુડામાં સમાવિષ્ટ કરાયેલા 199 ગામોનો પણ કમિટીમાંથી બાકાત કરવામાં આવ્યા છે ત્યારે સરપંચોના મત અધિકારને છીનવી લેવા જેવું કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2000 સુધીમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો પોલીટેન કમિટીના કાયદાની અમલવારી કરી દેવામાં આવી છે. જયારે ગુજરાતમાં વર્ષ 2008 સુધી પણ કાયદાનો અમલ કરાયો નથી ગુજરાત સરકાર 1976 ના જુના કાયદા મુજબ વહીવટ કરતી આવી છે. ત્યારે બાબત પરથી પણ સરકારની ખોટી નીતિ છતી થઈ છે. મહત્વની બાબત મુજબ હાઇકોર્ટના આદેશ બાદ બનવા જઈ રહેલી કમિટીઓમાં પણ ખોટું કરવાની વાતે સરકારને ગેરમાર્ગે દોરી હાલ કમિટીઓની ચૂંટણીનું ખોટું જાહેરનામું બહાર પાડવાની બાબતનો હવે ખેડૂત સમાજે વિરોધ કર્યો છે. નોંધ લેવા જેવી બાબત મુજબ કમિટીની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી 18 સભ્યો માંડવી, તરસાડી, બારડોલી, સચિન, કનકપુર, કડોદરા આમ 6 નગર પાલિકાના 165 સભ્યોમાંથી 2 સભ્યો અને કોર્પોરેશન નો હયાત સમાવિષ્ટ વિસ્તારના 116 કોર્પોરેટરમાંથી 29 કોર્પોરેટર અને સચિન વિસ્તારના 28 કોર્પોરેટરમાંથી 1 કોર્પોરેટરને ચૂંટવાની બાબતે પણ વિસંગતા હોવાનું નોંધાયું છે.

જાહેરનામાને હાઈકોર્ટમં પડકારવાની તૈયારી

^ડિસ્ટ્રીક્ટઅને મેટ્રો પોલિટિન કમિટીની ચૂંટણી કરવાની વાતે બહાર પાળેલા જાહેરનામામાં અનેક પ્રકારે ખોટું કરાયું છે, જે બાબતે ખેડૂત સમાજે વિરોધ પણ નોંધાવ્યો છે મહત્વની બાબત મુજબ કમિટીની રચનામાં સ્થાની ગ્રામ પંચાયતો મહત્વની છે ત્યારે સુદામા સમાવિષ્ટ તમામ 199 ગ્રામ પંચાયતોને બાકાત કરવાનું મુખ્ય કારણ છે કે સુડાને લઈને સરપંચો સરકાર વિરોધી મતદાન કરવાની બીકને લઈને આરીતે કરાયું છે આટલુંજ નહીં પણ સચિન નગર પાલિકાને કમિટીમાં બંને તરફ સમાવેશ કરવાની બાબતે પણ ખોટું કરાયું છે. જેથી સ્થાનિક સત્તામંડળના હકો છીનવી ખોટું કરવાનું ખેડૂત સમાજ ચલાવી લે. > જયેશપટેલ, પ્રમુખ,ખેડૂત સમાજ

ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો પોલિટિન કમિટીમાંથી ગામડાઓને બાકાત કરી પંચાયતો સાથે ખોટું કરવાનો તમામ 199 પંચાયતોના સરપંચો વિરોધ કરશે જે બાબતે આગામી દિવસોમાં મિટિંગ બોલાવી આગળની વ્યુહ રચના બનાવાશે અને જલદ લડત પણ ચલાવાશે.

199 ગામના સરપંચો વિરોધ નોંધાવશે

199 ગ્રામપંચાયતો ને બાકાત કરી પંચાયતના પદાધિકારીઓના હક છીનવી લીધા

સચિન નગર પાલિકાનો બંને કમિટીમાં સમાવેશ કરાતા હકીકત બહાર આવી

અન્ય સમાચારો પણ છે...