તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોબાઇલ ચોરીનો ખોટો આરોપ મુકાતાં કુડસદના યુવકે આપઘાત કર્યો

મોબાઇલ ચોરીનો ખોટો આરોપ મુકાતાં કુડસદના યુવકે આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના કીમ કુડસદ રોડ પર આવેલ ધવંતરી કોલેજની કેન્ટીંગના મેનેજર કેન્ટીંગમાં મજૂરી કામ કરતાં એક યુવક પર મોબાઈલ ચોરીનો ખોટો આરોપી મુકી માર મારવાની અને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી આપતાં ભયભીત બનેલા મજૂર યુવકે માંગરોળ તાલુકાના આસરમા ગામે ખેતરમાં લીમડાના ઝાડ સાથે ફાંસોખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

આપઘાતના બનાવ અંગે માંગરોળ પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુભષભાઈ રવજીભાઈ રાઠોડ (30) (રહે. કુડસદ, વાડી ફળિયું, તા. ઓલપાડ) છેલ્લા પાંચ દિવસથી કીમ-કુડસદ રોડ પર આવેલ ધનવંતરી કોલેજની કેન્ટીંગમાં મજૂરી કામ કરતો હતો. ત્યાં બે દિવસ અગાઉ મોબાઈલની ચોરી થઈ જતાં કેન્ટીંગના મેનેજર અજિતભાઈ સુભાષ ઉપર મોબાઈલચોરીનો આરોપી મુકી માર મારવાની ધમકી આપી હતી. તેમજ કેન્ટીંગમાં રહેતા એક બહાદુર નામનો ઈસમ બંનેએ વારંવાર સુભાષને ધમકી આપતાં સુભાષ માંગરોળના આસરમા ગામે સગાસંબંધીને ત્યાં ભાગી આવ્યો હતો.

ત્યારબાદ બાબતની જાણ સુબાષે સાગસંબંધીઓને કરી હતી. પરંતુ રવિવારની રાત્રિ દરમિયાન ધમકીઓથી ડરી ગયેલા સુભાષ ગામની સીમમાં બાબુભાઈ સોમાભાઈ પટેલના ખેતરમાં લીમડાના ઝાડ સાથે સાડી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા કરી જીવન ટુંકાવતાં પહેલા સુભાષે એક સ્યુસાઈડ નોટ લખી હતી. સ્યુસાઇડ નોટમાં તેણે જણાવ્યું હતું કે,પોતાના પર કેન્ટીનના મેનેજર અને બહાદુર નામના ઈસમે મોબાઇલ ચોરીનો ખોટો આરોપ મુકી માર મારવા ઉપરાંત ધમકી આપી હોવાથી પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતુ. બનાવ અંગે મરનાર યુવાનના પિતા રવજીભાઈ છીતુભાઈ રાઠોડ (રહે. કુડસદ, ઓલપાડ)નાઓએ કેન્ટીંગનના મેનેજર તેમજ બહાદુર નામના ઈસમ વિરુદ્ધ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આરસામા ગામે ખેતરમાં યુવકે ફાંસો ખાધો

ધન્વંતરી કોલેજની કેન્ટીનના મેનેજર દ્વારા ચોરીનો આરોપ મુકાયો હતો

અન્ય સમાચારો પણ છે...