તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કીમથી 19 હજારનું નંબરી કેરોસીન જપ્ત

કીમથી 19 હજારનું નંબરી કેરોસીન જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના કીમ ખાતેથી બપોરના સમયે એસઓજી પોલીસે એક ક્વોલીસ કારમાંથી આધારપુરાવા વગરનું 19 હજારનું કેરોસીન લઈ જતાં એકની ધરપકડ કરી હતી.

ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ મૂળ સુરત એસઓજી પોલીસને મળેલી બાતમી આધારે કીમ ખાતે શાળાની સામે વોચમાં હતાં દરમિયાન એક ક્વોલીસ ગાડી નં (GJ-5CB-8956) પસાર થતાં પોલીસે અટકાવી હતી. અંદર તપાસ કરતાં 35 લિટરના 11 નંગ કેરબામાં કેરોસીન મળી આવ્યું હતું. જે અંગેના આધાર પુરાવની માંગણી કરતાં કારમાં સવાર ઈસમ રજૂ કરી શક્યો હતો. જેથી ચોરીકે છળકપટથી મેળવયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી કીમ ચાર રસ્તા તરફ લઈ જતા નિમેષ ઉર્ફેશંકર હીરાભાઈ મોદી (રહે. દર્શન નગર સોસાયટી, ભાથીજી મંદિર, કીમ કોઠોદરા રોડ, કીમ)ની અટક કરી હતી. પોલીસે 385 લિટર કેરોસીન કિંમત 129250 અને કારની કિંમત 60000 મળી કુલે 79250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...