તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોથાણ ગામે વૃદ્ધાએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોથાણ ગામે વૃદ્ધાએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડતાલુકાના ગોથાણ ગામે એક વૃદ્ધા ઘૂંટણના દુખાવાની બીમારીથી કંટાળી જઈ મંગળવારની સાંજે ઘરમાં શરીરે તેલ રેડી દિવાસળી ચાંપી હતી. આખા શરીરે આગ લાગતાં દાઝી જવાથી મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે લિમડા ફળિયામાં રહેતી રંજનબહેન છીતુભાઈ દુલ્લભભાઈ પટેલ (63)ને ઘૂંટણના દુખાવાની બીમારી હોવાથી બે વર્ષ પહેલા બંને ઘૂંટણનું અમદાવાદ ખાતે ઓપરેશન કરાવ્યું હતું તેમ છતાં વૃદ્ધાને સારુ થયું હતું. હરવા ફરવામાં સતત તકલીફ પડતી હતી. આથી વૃદ્ધા બીમારીથી કંટાળી ગઈ હતી. મંગળવારના સાંજના 6.45 વાગ્યે ઘરમાં એકલતામાં આખા શરીરે તેલ છાંટી દઈ દિવાસળી ચાંપી હતી જેના કારણે આખા શરીરે આગ લાગી હતી. ગંભીર રીતે દાઝી જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હકીકત અંગે અમોતનો ગુનો નોંધી ઓલપાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો