તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કૈવલ્ય એજ્યુ. ફાઉન્ડેશનના સહયોગથી BRC ભવન ઓલપાડ ખાતે મિટિંગ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૈવલ્ય એજ્યુ. ફાઉન્ડેશનના સહયોગથી BRC ભવન ઓલપાડ ખાતે મિટિંગ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરસ્વતીમંદિરના દેવ સમા બાળકોની સેવા, સંભાળ, સુશ્રુષા અને શિક્ષણ માટે સામર્થયવાન શિક્ષકો સજ્જ છે સરસ્વતી મંદિરના પટાંગણમા શૈશવોના કલરવ અને શિક્ષકોના શાણપણથી પ્રફૂલ્લિત અને પ્રજ્વલિત ચેતનાનો સંચાર થઈ રહ્યો છે ત્યારે બાળકોની નિર્ધારિત શૈક્ષણિક ગુણવત્તાના સંકલ્પને સાકાર કરવાના મૂળભૂત હેતુને સાકાર કરવા માટે સર્વ શિક્ષા અભિયાન મિશન કાર્યરત છે.

ઉપરોક્ત સંકલ્પને સાકાર કરવા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા બી.આર.સી.કો.ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામા એક મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ જે મિશનમા સહયોગ આપવા ચાલુ વર્ષથી એન.જી.ઓ કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા જોડાઇને શિક્ષણની ગુણવત્તામા નવો પ્રાણ ફૂંકી રહી છે. પ્રસંગે સદર સંસ્થાના પ્રોગ્રામ મેનેજર સંગીતાબેન પાલોડ તથા પ્રોગ્રામ લીડર અનુપમસિંહ ખાસ ઉપસ્થિત રહીને સી.આર.સી. કો.ઓર્ડિનેટરોને માર્ગદર્શિત કર્યા હતા.

પોતાના પ્રાસંગિક ઉદબોધનમા પ્રોગ્રામ મેનેજર સંગીતાબેન પાલોડે જણાવ્યુ હતુ કે બાળકોના પ્રવેશ પછી તેની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત થાય છે. બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે શાળાની ભૌતિક સુવિધાઓ અને તાલીમબધ્ધ શિક્ષકોની વ્યવસ્થા સરકાર કરી રહી છે તેમણે શિક્ષકોની તાલીમ અવનવા પ્રોજેક્ટ, પધ્ધતિઓ અને શિક્ષણને રસપ્રદ અને પરિણામલક્ષી બનાવવા સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. પ્રસંગે બી આર.સી.કો.ઑર્ડિનેટર કિરીટ પટેલે ઓલપાડ તાલુકાને શૈક્ષણિક ક્ષેત્રે નવી ઉંચાઇ પર લઈ જવા જણાવ્યુ હતુ અને આપણે ટીમવર્કથી શિક્ષણની ગુણવત્તા સુધારા માટે તથા તેના અમલીકરણ માટે પ્રેમ, આનંદ, જોમ, નિષ્ઠા, પ્રમાણિકતા તેમજ ખંતથી કામ કરવાની તાતી જરૂરિયાત છે. આખરે સૌ શિક્ષકની ભૂમિકામા રહેલા શાશ્વત અને યુગવર્તી મૂલ્યો થકી વિધાર્થીને સન્માગેઁ અનુસરવા દિવાદાંડીરૂપ બનવાના શુભ સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો