તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાટીબંધારા આશ્રમ શાળામાં બાળમેળાનૂં આયોજન કરાયું

પાટીબંધારા આશ્રમ શાળામાં બાળમેળાનૂં આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલતાલુકાનાં પાટીબંધારા ગામની આશ્રમ શાળામાં નિઝરની વિકલ્પ સંસ્થા દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રો સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા , સંગીત ,અભિનય ગીત,ક્વીઝ કોમ્પીટીશન, દેશભક્તિ ગીતો, એકપાત્રીય અભિનય વગેરે સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નિઝર તાલુકા ખાતે આવેલી વિકલ્પ સંસ્થા દ્વારા રવિવારના રોજ ઉચ્છલ તાલુકાનાં પાટીબંધારા ગામ ખાતે સ્થિત આશ્રમ શાળામાં બાળમેળાનુ આયોજન કરવામા આવ્યું હતું . બાળમેળામાં નાસરપુર, જૂની ભીલભવાલી ,ખેરવા ,મોહપાડા ,ચઢવાણ ,ટાવલી ,ચિતપુર , સયાજીગામ અને પાટીબંધારા જેવા ગામોના પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના બાળકો હાજર રહી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ બાળમેળામા બાળકોએ વકતૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, દેશ ભક્તિ ગીત ,ચિત્રો સ્પર્ધા અને ક્વીઝ કોમ્પીટીશન જેવી વિવિધ સ્પર્ધાઓમાં રસપૂર્વક ભાગ લીધો હતો.આ બાળમેળામાં હાજર રહેલા વિકલ્પ સંસ્થાનાં ડાયરેકટર હિમાંશુભાઇ બેન્કરે કુપોષણ, આરોગ્ય, શિક્ષણ અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અંગે માહિતી આપી હતી.

જીવન જરૂરિયાત માટે ભણતર જરૂરી છે

^ભણવું બધાની જિંદગીમાં ખૂબ જરૂરી છેં. હવે તો રોજીંદા જીવનમાં ભણતરની ખૂબ જરૂર છે.જે બાળકો ભણવા જતાં હોય તેવા બાળકો વિશે શિક્ષકોને જાણ કરો.જેથી આગળ જતાં બાળકોને તકલીફ થાય. > હિમાંશુભાઇ બેન્કર, ડાયરેકટર,વિકલ્પ સંસ્થા.

અન્ય સમાચારો પણ છે...