તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ચિંતન શિબિર યોજાઇ

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ચિંતન શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | આદિવાસીસંર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ઊની કુંડ(મહારાષ્ટ્ર)ખાતે બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિંતન શિબિર કાર્યક્રમમાં આદિવાસી સર્વાંગી વિકાસ સંધ નિઝર દ્વારા લોક સંગઠનને આર્થિક અને સામાજિક રીતે કઈ રીતે મજબૂત કરવા અને લોકસંગઠનનુ ભાવી આયોજન કરવામાં આવ્યુ હતુ. નિઝર ખાતે આવેલી આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા ઉની કુંડમા (મહારાષ્ટ્ર) ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમા બંને તાલુકાઓ માથી 32 ભાઈ/બહેનોએ ભાગ લીધો હતો. જેમાં નાણાંકીય રીતે કઈ રીતે મજબુત કરી શકાય સાથે સાથે સામાજિક રીતે એટલે સમાજમા થતા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ લાવવા લોકસંગઠન શુ કરી શકે અને સાથે સંગઠન આવનાર સમયમાં શું કરવા માગે છે. તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...