તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જૂના કુકરમુંડા ગામે લાંબા સમયથી આંટાફેરા કરતો દીપડો પાંજરે પુરાયો

જૂના કુકરમુંડા ગામે લાંબા સમયથી આંટાફેરા કરતો દીપડો પાંજરે પુરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરમુંડાતાલુકાના જૂના કુકરમુંડામા (કંટ્રોજ) છેલ્લા કેટલાય દિવસથી દીપડો આંટાફેરા કરતો હતો. જેને લઇ ગ્રામજનોમાં ભયનો મોહાલ વ્યાાપી ગયો હતો. જોકે,ગત રાત્રે દીપડો પાંજરામાં પુરાય ગયો હતો. જેથી લોકોએ રાહતની સાસ લીધી હતી.

કુકરમુંડા તાલુકાના જૂના કુકરમુંડા (કંટ્રોજ )ગામની સીમના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા દીપડાનો ત્રાસ વધી રહ્યા છે. આસપાસના કેટલાય વિસ્તારોમાં દીપડો દેખાયો હોવાથી લોકોમાં દહેશતનું વાતાવરણ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવેલ હતો. જેથી કુકરમુંડા વિસ્તારનાં ખેડૂતોએ ઉચ્છલ ટાવલી વન વિભાગને જાણ કરતાં વન વિભાગે કંટ્રોજ ગામની સીમ પાસે દશ દિવસ અગાઉ દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. જે ગત રાતનાં સમયે દીપડો પાંજરામાં પુરાઇ હતો. જેથી દીપડો પાંજરામાં પુરાય ગયો હોવાની માહિતી વન વિભાગને મળતાં વન વિભાગની ટીમ કુકરમુંડા ખાતે આવી પહોંચી દીપડાને સલામત લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામજનો ભયમુક્ત થયા

ગ્રામજનઓએજણાવ્યું કે દીપડાએ હુમલો કરી બકરાઓ અને નાના પાડાઓની પણ શિકાર કર્યો હતો. રાત્રીના સમયે ખેતરમાં કામો કરતાં ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય વ્યાપી રહ્યો છે. ખેતમજૂરો સહિત ગ્રામજનો રાત્રે બહાર નીકળતા ડરી રહ્યા હતા.

કુકરમુંડામાં પાંજરે પુરાયેલો દીપડો

અન્ય સમાચારો પણ છે...