તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિઝર |આજરોજ પ્રાથમિકશાળા વ્યાવલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નિઝર |આજરોજ પ્રાથમિકશાળા વ્યાવલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર |આજરોજ પ્રાથમિકશાળા વ્યાવલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં નિઝર તાલુકાનાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રાજુભાઇ મોરે, દૂધમંડળીના ચેરમેન વાસુદેવભાઈ ઠાકરે સાથે ગામના વડીલ ઉત્તમદાદા, અર્જુનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગામની મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સંવિધાન ગીતથી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બંધારણનું આમુખ, બંધારણ સમિતિ, મૂળભૂત ફરજો, હક્કો, બંધારણનો ઉદ્દેશ, લોકશાહીના ફાયદા, અનામત શા માટે જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે સ્મીતા સામુદે, બીજા ક્રમે પ્રિયંકા ભાંમરે અને ત્રીજા ક્રમે રોહિત સામુદે આવ્યા હતા.

વ્યાવલ ગામની પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...