• Gujarati News
  • National
  • એકલવ્ય રેસિડન્સી સ્કૂલમાં વન મહોત્સવનું આયોજન

એકલવ્ય રેસિડન્સી સ્કૂલમાં વન મહોત્સવનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝરતાલુકાના ખોડદા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સી ખોડદા ખાતે પર્યાવરણ જંગલનું જતન તેમજ સભાનતા જળવાય માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સદર ઉચ્છલ જંગલ વિભાગ દ્વારા 68 મો નિઝર તાલુકાનો વન મહોત્સવ શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રસિલાબેન પાડવીના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, પ્રકૃતિ ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં નિઝર ટીડીઓ પી. એચ. નૈનાએ વૃક્ષોનું મહત્વ અને સમાજ માટે એની જરૂરીયાત વિશે વિશેષ વાત કરી હતી. રેંજ ફોરેસ્ટર ઓફિસર આર. એમ. મરાઠેએ પ્રાકૃતિક વાતાવરણ માટે વૃક્ષોની માહિતી વિશે વાત કરતાં વન મહોત્સવ વિશે પરિચય આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...