તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિશ્વ આદિવાસી દિને જાહેર રજાની માંગ

વિશ્વ આદિવાસી દિને જાહેર રજાની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયુંક્તરાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત 9 ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા ડિકલેર કરવામાં આવે અને 9 ઑગસ્ટ આદિવાસી દિનને ભારત સરકાર રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકેની ઉજવણી કરે હેતુથી નિઝર બી.ટી.એસ દ્વારા નિઝર મામલતદાર મારફતે તાપી કલેકટર અને ગુજરાત રાજયપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા ડિકલેર કરવામાં આવે અને ભારત સરકાર આદિવાસી દિવસને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઉજવણી કરવામાં આવે હેતુથી નિઝર-કુકરમુંડા ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા નિઝર મામલતદાર થકી ગુજરાત રાજયપાલને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે, સંયુકત રાષ્ટ્ર સંઘ (UNO)ના મહા સચિવ બાન કી મુનના પ્રયાસથી UNO ની યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 23મી ડીસેમ્બર1994ના રોજ પ્રારિત પ્રસ્તાવ ક્રમાંક 46/214 ના ઠરાવથી ન્યુ યોર્કના UNOના વડા મથકેથી 9મી ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો. જ્યારે વિશ્વ આદિવાસી દિવસની ઘોષણાને 22 વર્ષ થઇ ગયા છતાં, ભારત દેશની સરકારોને આદિવાસી સમાજ પ્રત્યેની જાતિભેદ અને વિરોધી માનસિકતાને કારણે આદિવાસી સમાજના માનવીય અધિકારો અને તેમના વિકાસના હેતુઓ અને ઉદેશોને અવિકસિત રાખવા આજ દિન સુધી દૂરલક્ષ્ય રાખવામાં આવેલ છે. જેથી સરકાર દ્વારા આદિવાસી સમાજના માનવીય અધિકારોનું સંરક્ષણ થાય, બંધારણીય હક્ક અને અધિકારોનું સંરક્ષણ થાય, જળ, જમીન- જંગલ અને ખનીજ સંપત્તિના અધિકારોનું સરંક્ષણ થાય, સંસ્કૃતિ કલા અસ્મિતા અસ્તિત્વ અને ઇતિહાસનું સરંક્ષણ થાય અને UNO દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસને ભારત સરકાર રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઉજવણી ગામે સ્તરે, તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ઉજવણી થાય જેથી વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ જળવાય રહેશે. અને 9મી ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2017 થી જાહેર રજાની ઘોષણા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

નિઝર બી.ટી.એસ દ્વારા નિઝર મામલતદારને આ‌વેદન પત્ર પાઠવાયું

અન્ય સમાચારો પણ છે...