• Gujarati News
  • ગોળના કોલામાં વેસ્ટનો ઉપયોગ

ગોળના કોલામાં વેસ્ટનો ઉપયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલનિઝર તાલુકા પંથકોમાં ચાલતાં ગોળ ઉત્પાદન કરતા કોલા માલિકો ગોળ બનાવવામાં બળતણ તરીકે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરતાં હોવાથી વેસ્ટના ઉપયોગને કારણે હાનીકારક ઝેરી ધૂમાડો વાતાવરણમાં ફેલાતો હોવાથી સ્થાનિકોમાં ફરિયાદો જોવા મળી રહી છે.

ઉચ્છલ નિઝર તાલુકાના આજુબાજુ વિસ્તારમાં શેરડીમાંથી ગોળ બનાવતા કોલાઓ ઘણા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. કોલાઓના કેટલાક ગોળના કોલાના માલિકો ગોળ પકવવા માટે ગોળના કોલાની ભઠ્ઠીમાં શેરડી બગાસના પ્રમાણમાં સસ્તા દરે મળતો પ્લાસ્ટિક વેસ્ટ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં હોવાનું સ્થાનીક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

પ્લાસ્ટિકના વેસ્ટના ઉપયોગથી વાતાવરણમાં કાળો ધૂમાડાના ગોટા જોવા મળે છે. જેથી ધૂમાડામાંથી તીવ્ર દુર્ગંધ ફેલાય છે. ગોળના કોલાઓ દ્વારા આવા પ્લાસ્ટિક વેસ્ટને બાળવાથી તેમાંથી ઉત્પન્ન થતો ધૂમાડામાં ઝેરી તત્ત્વો આવે છે. આવો ધૂમાડો વાતાવરણમાં ફેલાતા અને નજીકની વસતિઓ હોવાથી લોકોમાં ફરિયાદ ઉઠી છે. સાથેસાથે પર્યાવરણને પણ નુકસાન કરી રહ્યાં છે. તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સામે તોળતુ જોખમ અને વાતાવરણનું થતું પ્રદૂષણ અટકાવે એવી માંગ ઉઠી છે.

તપાસ કરવાની સૂચના આપી છે

અંગેઉચ્છલ મામલતદાર ઓફિસના નાયબ મામલતદાર કે. એન. ચૌધરીને બાબતે પૂછવામાં આવતાં જણાવેલ કે તાલુકા પંચાયત ઉચ્છલમાંથી કાર્યવાહી થાય અને તા. પં.ના સર્કલ સૂર્યાભાઈ વસાવાને તપાસ કરવા જણાવેલ છે

ઉચ્છલ વિસ્તારમાં આવેલા ગોળના કોલામાંથી નીકળતો હાનીકારક ધુમાડો.